PM Modi: પીએમ મોદીએ આ મહત્ત્વપૂર્ણ ખાતાઓ પોતાની પાસે રાખ્યા

પીએમ મોદીએ અનેક વિભાગ પોતાની પાસે રાખ્યા છે. આ સમાચારમાં તમે એ વિભાગો વિશે જાણી શકો છો.

News18 Gujarati
Updated: May 31, 2019, 3:49 PM IST
PM Modi: પીએમ મોદીએ આ મહત્ત્વપૂર્ણ ખાતાઓ પોતાની પાસે રાખ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: May 31, 2019, 3:49 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારમાં ક્યાં મંત્રીને ક્યું ખાતું મળ્યું તેનું લિસ્ટ જાહેર થઈ ગયું છે પરંતુ કેટલાક વિભાગો એવા છે જે પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા છે. વડાપ્રધાન મોદીએ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ, પરમાણુ ઉર્જા, મહત્વપૂર્ણ નિતીઓ સાથે જોડાયેલા વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ વિભાગમાં અંતરીક્ષ વિભાગનો સમાવેશ પણ થાય છે.

અમિત શાહ નંબર 2
મોદી સરકારમાં વડાપ્રધાન મોદી બાદ સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી અમિત શાહને આપવામાં આવી છે. વર્ષ 2014 અને વર્ષ 2019માં એનડીએને પ્રચંડ બહુમતી અપાવવામાં અમિત શાહની ભૂમિકા અગત્યની છે. અમિત શાહ મોદી સરકારમાં ગૃહ મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારશે.

આ વિભાગો પીમ મોદીએ પોતાની પાસે રાખ્યા
વડાપ્રધાન મોદીએ ટ્રાન્સફર અને પોસ્ટીંગ, જાહેર ફરિયાદ અને પેન્શન, એટૉમિક એનર્જી, અંતરીક્ષ બાબતો અને પૉલિસી સાથે જોડાયેલા મુદ્દાઓ પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત તમામ મહત્ત્વપૂર્ણ નીતિઓને લગતી બાબતો અને અન્યોને ન ફાળવાયેલા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે.

આ પણ વાંચો :  અમિત શાહ ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણ નાણા અને રાજનાથ સિંહ રક્ષા મંત્રી
Loading...

આ વિભાગનું મહત્વ
હકીકતમાં પીએમ મોદીએ જે વિભાગોને પોતાની પાસે રાખ્યા છે તે ખાસ છે. અંતરિક્ષ મંત્રાલયની દેખરેખ પણ વડાપ્રધાન મોદી કરશે. ભારત પાછલા કેટલાક વર્ષોમાં સતત અંતરિક્ષમાં પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. આ સ્થિતિમાં તેનું મોનટરીંગ વડાપ્રધાન મોદી જાતે કરશે. અંતરિક્ષ મંત્રાલય અંતર્ગત ISRO આવે છે જેમાં હાલમાં ચંદ્ર પર અવકાશી યાત્રી મોકલવાનું અગત્યનું મિશન ચાલી રહ્યું છે. તમામ કેન્દ્રીય અધિકારીઓની બદલીનો કાર્મિક વિભાગ પણ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યો છે.

આજે કેબિનેટની પ્રથમ બેઠક
મોદી સરકારમાં 24 કેબિનેટ મંત્રીઓ છે જ્યારે 9 મંત્રીઓને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે 24 મંત્રીઓને રાજ્ય મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આજે સાંજે વડાપ્રધાન મોદીની પ્રથમ કેબિનેટ બેઠક મળશે. આ કેબિનેટમાં સરકાર અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...