PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર

News18 Gujarati
Updated: April 20, 2019, 9:58 AM IST
PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ઉમેદવાર બનાવવા તે લોકો માટે 'સાંકેતિક' ઉત્તર છે જે હિન્દુ સંસ્કૃતિને 'આતંકવાદી' કહે છે

  • Share this:
આતંકવાદના મામલામાં આરોપી રહેલી સાધ્છી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલથી લોકસભાની ટિકિટ આપવાને લઈ બીજેપી પરસ સવાલ ઊભા થઈ રહ્યા છે. સાધ્વીની ઉમેદવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી ટિકિજ્ઞ આપવાને યોગ્ય ઠેરવ્યું છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન પર બહાર છે.

પીએમ મોદીએ શુક્રવારે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉને આપેલા એક ઈન્ટરવ્યૂમો આ વાતો કહી. તેઓએ 1984ના શીખ તોફાનો, સમજૌતા બ્લાસ્ટથી લઈને જસ્ટિસ લોયાના મોત સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી બીજેપી ઉમેદવાર બનાવવા તે લોકો માટે સાંકેતિક ઉત્તર છે જે હિન્દુ સંસ્કૃતિને આતંકવાદી કહે છે.

મોદીએ શું કહ્યું?


પીએમ મોદીનું નિવેદન એ દિવસે આવ્યું છે જ્યારે પ્રજ્ઞા ઠાકુરે એવું કહીને વિવાદ ઊભો કરી દીધો હતો કે 26/11 મુંબઈ હુમલામાં આઈપીએસ ઓફિસર હેમંત કરકરેનું મોત એટલા માટે થયું હતું, કારણ કે તેઓએ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો. કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓએ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વિરોધ કર્યો, ત્યારબાદ તેઓએ પોતાના આ નિવેદનને એવું કહીને પરત લઈ લીધો હતો કે વિપક્ષીઓને તેનાથી ફાયદો થશે.

આ પણ વાંચો, ત્રીજા ચરણની ચૂંટણીમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજુંપીએમે કહ્યું કે, વિવાદ કોંગ્રેસની મોડસ ઓપરેન્ડનો હિસ્સો છે. સમજૌતા એક્સપ્રેસનો ચુકાદો આવી ગયો છે. શું બહાર આવ્યું? મોદીએ કહ્યું કે, આપે (કોંગ્રેસ) કોઈ પુરાવા વગર...દુનિયામાં 5,000 વર્ષ સુધી જે મહાન સંસ્કૃતિ અને પરંપરાએ 'વસુદૈવ કુટુમ્બકમ'નો સંદેશ આપ્યો, 'સર્વે ભવન્તુ સુખિન:'નો સંદેશ આપ્યો, જે સંસ્કૃતિએ 'એકમ સદ વિપ્રા: બહુધા વદન્તિ'નો સંદેશ આપ્યો, એવી સંસ્કૃતિને આતંકવાદી કહી દીધી. તેઓએ કહ્યું કે આ બધાને જવાબ આપવા માટે આ (ભોપાલથી ઉમેદવાર) એક પ્રતીક છે અને તે કોંગ્રેસને મોંઘું પડવાનું છે.

તેઓએ કહ્યું કે જે લોકોને કોર્ટે દોષી કરાર કર્યા છે લોકો તેમની પાસે જાય છે અને ભેટે છે, તેમને જેલમાં મળે છે, જ્યારે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે ત્યારે તેમને મળવા જાય છે. શું અમેઠી અને રાયબરેલીના જે ઉમેદવાર જામીન પર બહાર છે તેમને સવાલ ન પૂછવો જોઈએ. પરંતુ ભોપાલના બીજેપી ઉમેદવાર જામીન પર બહાર છે અને ચૂંટણી લડી રહ્યા છે તો ચારે તરફ હોબાળો થઈ ગયો છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે જ્યારે સાધ્વી પ્રજ્ઞાને જેલમાં ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા ત્યારે કોઈએ અવાજ ન ઉઠાવ્યો. તેઓએ એમ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ વાર્તા રચે છે. તેઓ એક ચીજને ઉઠાવે છે, તેમાં કંઈક મેળવે છે, સ્ટોરીમાં એક વિલેનને ઉમેરે છે અને ખોટો પ્રચાર કરે છે. જસ્ટિસ લોયાનું સામાન્ય મોત થયું પરંતુ તેઓએ તેની પણ કહાણી ઘઢી લીધી.
First published: April 20, 2019, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading