Home /News /national-international /PM Modi Japan Visit: આજે જાપાન જશે પીએમ મોદી, શિંઝો આબેના અંતિમ સંસ્કારમાં જોડાશે

PM Modi Japan Visit: આજે જાપાન જશે પીએમ મોદી, શિંઝો આબેના અંતિમ સંસ્કારમાં જોડાશે

જાપાન જશે પીએમ મોદી, શિંઝો આબેના અંતિમ સંસ્કારમાં જોડાશે

PM Modi Japan Visit: ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પીએમ મોદી જાપાન જઈ રહ્યા છે અને તેઓ બુડકાનમાં પૂર્વ પીએમ શિંઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.

    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, થોડા કલાકો બાદ તેઓ જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબેની બુડકાનમાં થનારી અંતિમ યાત્રામાં સામેલ થશે. પૂર્વ પીએમ શિંઝો આબે પીએમ મોદીના વ્યક્તિગત મિત્ર હતા. અંતિમ યાત્રામાં શામેલ થયા બાદ પીએમ ટોક્યોના આકાસાક પેલેસમાં પણ જશે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, પીએમ મોદી સોમવારે સાંજે પૂર્વ પીએમના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જાપાન જશે. તેમણે કહ્યું કે, ભારત અને જાપાનની આધિકારિત મિત્રતા ઉપરાંત બંને નેતા એકબીજાના વ્યક્તિગત મિત્ર પણ હતા.


    ક્યારે થશે શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર


    જાપાની સરકારના જણાવ્યા અનુસાર શિંઝો આબેના અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે રાજધાની ટોક્યોના કિટાનોમારુ નેશનલ ગાર્ડનમાં નિપ્પોન બુડોકનમાં થશે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે.

    આ પણ વાંચો: Mann Ki Baat: પીએમ મોદીની મોટી જાહેરાત, ચંદીગઢ એરપોર્ટને શહીદ ભગતસિંહનું નામ અપાશે

    વિદેશ સચિવે જણાવ્યુ કે, આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. જેમાં બંને પક્ષથી સંબંધિત લોકો હાજર રહેશે. કવાત્રાએ જણાવ્યું કે, જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે 20 શાસનાધ્યક્ષ સહિત 100 દેશોના પ્રતિનિધિ હાજર રહેશે.

    વિદેશ સચિવે કહ્યું કે, ભારત અને જાપાનના સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે અને બંને દેશોની વચ્ચે બિઝનેસ તથા રોકાણ, રક્ષા તથા સુરક્ષા, જળવાયુ પરિવર્તન, ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, માનવ સંસાધનના ક્ષેત્રમાં મિત્રતા વધી રહી છે.

    ક્યારે અને શા માટે થઈ હતી હત્યા


    શિંઝો આબેની 8 જૂલાઈના રોજ જાપાનના નારા શહેરમાં ત્યારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જ્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધન કરતા પોતાના વોટ માગી રહ્યા હતા. ગોળી લાગ્યા બાદ તુરંત તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જો કે, તેમને બચાવી શક્યા નહોતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: જાપાન, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन