Home /News /national-international /

PM Modi J&K Visit : વોકલ ફોર લોકલથી લઇને કાશ્મીરના વિકાસ સુધી, પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો

PM Modi J&K Visit : વોકલ ફોર લોકલથી લઇને કાશ્મીરના વિકાસ સુધી, પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો

પીએમ મોદીનું જમ્મુથી સંબોધન

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઓગસ્ટ 2019માં અહીંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહેલીવાર કાશ્મીરની મુલાકાતે આવ્યા છે.

    જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઓગસ્ટ 2019માં અહીંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહેલીવાર કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. પીએમ અહીં 20 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન તેઓ સાંબાના પાલી ગામમાં 'રાષ્ટ્રીય પંચાયત દિવસ' નિમિત્તે લોકોને સંબોધિત કરશે. જાહેર સભા સ્થળે 30,000 થી વધુ પંચાયત સભ્યો સહિત એક લાખથી વધુ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન તેઓ 3100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ સાથે કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર લગભગ 5300 કરોડ રૂપિયાના ખર્ચે 850 મેગાવોટના રેટલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પણ પાયો નાખવામાં આવશે.

    પીએમ મોદીએ કહ્યું- પલ્લીના લોકોએ ઈતિહાસ રચ્યો છે. હું તમને બધાને અભિનંદન આપું છું.' જણાવી દઈએ કે PM મોદીએ પલ્લીમાં 500 kW સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે કાર્બન ન્યુટ્રલ બનેલી દેશની પ્રથમ પંચાયત બની છે.

    કાશ્મીરમાં પરિવર્તન


    જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી મજબૂત થઈ છે. 370 દૂર કરીને તમને મજબૂત બનાવ્યા. કેન્દ્ર સરકારની યોજનાઓ હવે અહીં લાગુ કરવામાં આવી રહી છે. તેનો લાભ લોકોને મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે- પીએમ મોદી

    પીએમે કહ્યું, 'વાલ્મિકી સમાજના પગમાં દાયકાઓથી જે બેડીઓ લગાવવામાં આવી હતી તેમાંથી મુક્તિ મળી છે. આજે દરેક સમાજના પુત્ર-પુત્રીઓ તેમના સપના પૂરા કરવામાં સક્ષમ છે. જે મિત્રોને જમ્મુ-કાશ્મીરમાં વર્ષોથી અનામતનો લાભ મળ્યો ન હતો, હવે તેઓને પણ અનામતનો લાભ મળી રહ્યો છે.

    વિકાસના નવા પરિમાણો


    પીએમે કહ્યું, 'છેલ્લા 2-3 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં વિકાસના નવા આયામો સ્થાપિત થયા છે. કેન્દ્રના લગભગ 250 કાયદાઓ જે અહીં નહોતા થયા. અમે જમ્મુ અને કાશ્મીરના દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે તે કાયદાઓ લાગુ કર્યા છે.

    'હું તમને કરીને બતાવીશ'


    પીએમે કહ્યું, 'હું જમ્મુ-કાશ્મીરના યુવાનોને કહેવા માંગુ છું કે તમારા માતા-પિતા, દાદા-દાદીને જે તકલીફો સાથે જીવન જીવવું પડ્યું હતું. તમારે એવું જીવન ક્યારેય જીવવું નહીં પડે, હું તમને આ કરીને બતાવીશ.

    PMએ કહ્યું, 'પંચાયતોને વધુ સત્તા આપવાનું લક્ષ્ય પંચાયતોને સાચા અર્થમાં સશક્તિકરણનું કેન્દ્ર બનાવવાનું છે. પંચાયતોની વધતી શક્તિ, પંચાયતોને મળનારી રકમથી ગામડાઓના વિકાસમાં નવી ઉર્જા મળે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે ગામના વિકાસને લગતા દરેક પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણમાં પંચાયતની ભૂમિકા વધુ હોવી જોઈએ. આ સાથે પંચાયત રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં મહત્વની કડી તરીકે ઉભરી આવશે.

    વોકલ ફોર લોકલ


    PM મોદીએ કહ્યું, 'ભારતનો વિકાસ વોકલ ફોર લોકલના મંત્રમાં છુપાયેલો છે. ભારતની લોકશાહીના વિકાસની શક્તિ પણ લોકલ ગવર્નન્સ છે. તમારા કાર્યનો વિસ્તાર ભલે સ્થાનિક હોય, પરંતુ તેની સામૂહિક અસર વૈશ્વિક રીતે થવાની છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Jammu and kashmir, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર