Home /News /national-international /કોંગ્રેસનો પલટવાર, ચૂંટણીમાં IAFના વિમાનનો ટેક્સીની જેમ ઉપયોગ કરી રહ્યાં છે PM મોદી

કોંગ્રેસનો પલટવાર, ચૂંટણીમાં IAFના વિમાનનો ટેક્સીની જેમ ઉપયોગ કરી રહ્યાં છે PM મોદી

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

કોંગ્રેસનો આક્ષેપ છે કે વડાપ્રધાન મોદી ચૂંટણીના કાર્યક્રમો માટે એરફોર્સના વિમાનનો પર્સનલ જેટ વિમાનની જેમ ઉપયોગ કરે છે અને તેની સામે રૂપિયા 744 ભાડું ચુકવે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : બુધવારે દિલ્હીમાં યોજાયેલી એક રેલીમાં વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આઈએનએસ વિરાટનો ઉપયોગ ટેક્સીની જેમ કર્યો હતો. પીએમ મોદીના આક્ષેપના જવાબમાં આજે કોગ્રેસે નિવેદન કર્યુ છે કે વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાનનો ઉપયોગ પર્સનલ ટેક્સીની જેમ કર્યો છે. કોંગ્રેસેનું કહેવું છે કે વડાપ્રધાન મોદી ચૂંટણી કાર્યક્રમમાં એરફોર્સના વિમાનોનો ઉપયોગ પર્સનલ જેટની જેમ કરે છે અને બદલામાં માત્ર રૂપિયા 744 ભાડુ ચુકવે છે.

    કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતા એક મીડિયા અહેવાલને ટાંક્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે અને ખોટું બોલવા માટે વડાપ્રધાન મોદી ટેવાયેલા છે. વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારો માટે એરફોર્સના વિમાનોનો ઉપયોગ પર્સલન જેટ પ્લેનની જેમ કરે છે અને બદલામાં રૂપિયા 744 ભાડુ ચુકવ્યું છે.

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં જાણો :



    આ પણ વાંચો : રાજીવ ગાંધીની INS વિરાટની ટ્રીપ ઓફિશિયલ હતી : પૂર્વ નેવી ઓફિસર

    240 ગેરકાયદેસર પ્રવાસો વડાપ્રધાન કર્યાનો આક્ષેપ
    સુરજેવાલાએ કહ્યું, “ તેમને ખુદના પાપનો ડર સતાવી રહ્યો છે તેથી બીજાના પર આંગળી ચીંધી રહ્યાં છે. એક આરટીઆઈ દ્વારા મળેલા મીડિયા અહેવાલમાં ઉલ્લેખ છે કે વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળમાં 240 ગેરકાયદેસર પ્રવાસો કર્યા છે. આ પ્રવાસો બદલ એરફોર્સને ફક્ત રૂપિયા 1.4 કરોડ ચુકવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે અનેક પ્રવાસો દરમિયાન એરફોર્સને ખૂબ ઓછી રકમની ચુકવણી કરવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, આરોપ, કોંગ્રેસ, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन