Home /News /national-international /

આ છે ટોપ-10 Most Searched નેતા, મોદી બાદ છે પ્રિયંકા

આ છે ટોપ-10 Most Searched નેતા, મોદી બાદ છે પ્રિયંકા

ન્યૂઝ18 ક્રિએટિવ

યાહૂના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સર્ચિંગ ટ્રેન્ડ્સ યાદીમાં રાહુલ ગાંધીનું નામ ચોથા નંબરે, જુઓ ટોપ-10ની યાદી

    આ વર્ષે લોકસભા ચૂંટણીના સમયમાં યાહૂ ઈન્ડિયા પર પોલ સર્ચ ટ્રેન્ડ્સની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ સર્ચ કરવામાં આવતા નેતા છે અને બીજા નંબરે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ છે. આ યાદીમાં ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ છે.

    એક સમાચાર એજન્સીના રિપોર્ટમાં યાહૂના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સર્ચિંગ ટ્રેન્ડ્સ યાદીમાં રાહુલ ગાંધીનું નામ ચોથા નંબરે છે. લોકસભા ચૂંટણીના પાંચમા ચરણના મતદાનના દિવસે સોમવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું છે કે આ ડેટાથી એવો અંદાજો લગાવી શકાય છે કે લોકો કયા નેતા વિશે વધુ જાણવા માંગે છે.

    યાહૂ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનના હવાલાથી રિપોર્ટ કહે છે કે મોદી, પ્રિયંકા ગાંધી, મમતા બેનર્જી અને રાહુલ બાદ આ ટોપ યાદીમાં સૌથી વધુ સર્ચ થતાં નેતાઓમાં ક્રિકેટથી રાજકારણમાં પ્રવેશેલા નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ સામેલ છે.

    સૌથી વધુ સર્ચ થતાં રાજકારણીઓની આ યાદીમાં ગોવાના પૂર્વ સીએમ અને થોડા દિવસો પહેલા અવસાન પામેલા મનોહર પારિકર, હાલમાં શિવસેનામાં જોડાનારી કોંગ્રેસની પૂર્વ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી, બેગૂસરાય સીટથી સીપીઆઈની ટિકિટ પર ચૂંટણી ઉમેદવાર કન્હૈયા કુમાર અને કોંગ્રેસના હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે.


    આ યાદીમાં રાજકારણમાં નવા નવા આવેલા બીજેપી ઉમેદવાર તથા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ સ્થાન મેળવ્યું છે.

    સૌથી વધુ સર્ચ થતા ચૂંટણીલક્ષી ટર્મ્સ

    ઓનલાઇન સર્ચ એન્જિને એવો ડેટા પણ જાહેર કર્યો છે કે આ ચૂંટણીમાં સૌથી વધુ સર્ચ થતા ચૂંટણી ટર્મ એટલે ચૂંટણી શબ્દ કયા છે. આ ડેટા યાહૂ ઈન્ડિયા પ્રોપાયટરી સર્ચ ડેટા પર આધારિત છે.

    'લોકસભા ઇલેક્શન 2019' આ યાદીમાં ટોપ પર છે અને ત્યારબાદ 'વોટર આઇડી' શબ્દથી ચૂંટણી સર્ચ સૌથી વધુ કરવામાં આવે છે. આ યાદીમાં ત્રીજા નંબરે 'ઇલેક્શન કમીશન'નું નામ છે અને ત્યારબાદ 'નેશનલ વોટર સર્વિસ પોર્ટલ', 'બીજેપી કેન્ડિડેટ લિસ્ટ' જેવા ટર્મ્સ સૌથી વધુ શોધવામાં આવી રહ્યા છે.

    આ યાદીમાં જે વધુ ટર્મ્સ સોમલ છે તેમાં 'લોકસભા ઇલેક્શન શિડ્યૂલ', 'વોટર લિસ્ટ' અને 'વોટર આઈડી એપ્લીકેશન સ્ટેટસ' મુખ્ય સામેલ છે. યાહૂ મુજબ વોટર લિસ્ટથી જોડાયેલા કેટલાક ટર્મ્સ- 'વોટર લિસ્ટ ઓનલાઇન' કે 'વોટર લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરો' જેવા શબ્દ પણ ઘણા સર્ચ કરવામાં આવી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok Sabha Election, Search, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર