પાક વિમાનાં નામે નરેન્દ્ર મોદી ખેડૂતોને લૂંટી રહ્યા છે: રાહુલ ગાંધી

પાક વિમાનાં નામે નરેન્દ્ર મોદી ખેડૂતોને લૂંટી રહ્યા છે: રાહુલ ગાંધી
પ્રતિકાત્મક તસવીર

પત્રકાર પી. સાઇનાથે મોદી સરકારની ટીકા કરતા વખતે એમ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના રેકેટ રફાલ સ્કેમ કરતાં પણ મોટુ છે”.

 • Share this:
  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર નિશાન સાધ્યુ છે અને કહ્યું છે કે, નરેન્દ્ર મોદી પાક વિમા(પ્રધાનમંત્રી બિમા ફસલ યોજના)નાં નામે દેશનાં ખેડૂતોને લૂંટી રહ્યાં છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ પત્રકારત્વમાં મહત્વનું યોગદાન આપનાર પત્રકાર પી. સાઇનાથે એવું નિવેદન આપ્યુ હતું કે, નરેન્દ્ર મોદીનું પાક વિમાનું કૌભાંડ રફાલ ડિલ કૌભાંડ કરતા મોટુ છું.  આ વાતને આગળ ધરી, રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતુ કે, નરેન્દ્ર મોદી તેમના મૂડીવાદી મિત્રોને (ઉદ્યોગપતિઓ)પ્રોત્સાહન આપી રહ્યા છે.

  રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, “એર ફોર્સને રફાલ ડિલ મામલે લૂંટ્યા પછી હવે નરેન્દ્ર મોદી સરકાર પાક વિમા મામલે ખેડૂતોને લૂંટી રહ્યા છે. મોદી તેમના ઉદ્યોગપતિ મિત્રોનાં ખિસ્સામાં હજારો કરોડ રૂપિયા ભરી રહ્યા છે.”.

  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી નરેન્દ્ર મોદી સરકાર પર ભ્રષ્ટાચારનાં આરોપ કરી રહ્યાં છે અને રફાલ ડિલ મામલે મોદી સરકારને ઘેરી રહ્યા છે.

  રાહુલ ગાંધી મોદીને ઉદ્દેશ્યીને કહે છે કે, ચોકીદાર જ ચોર છે.  પી. સાઇનાથે મોદી સરકારની ટીકા કરતા વખતે એમ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના રેકેટ રફાલ સ્કેમ કરતાં પણ મોટુ છે”.

   
  Published by:News18 Gujarati
  First published:November 05, 2018, 17:44 pm

  ટૉપ ન્યૂઝ