PM મોદીને ચીનના લોકો દુનિયાના સૌથી ખાસ નેતા માને છે, ઉપનામ છે 'મોદી લાઓક્સિયન'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે (ફાઇલ ફોટો)
PM Modi Nick Name in China: વ્યૂહાત્મક બાબતોનું સામયિક "ડિપ્લોમેટ"માં "ભારતને ચીનમાં કેવી રીતે જોવામાં આવે છે?" જેમાં શીર્ષકવાળા લેખમાં પણ લખ્યું છે કે, મોટાભાગના ચીનીઓ માને છે કે, મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે, અને સંતુલન જાળવી શકે છે.
બેઇજિંગ : અમેરિકન મેગેઝિન "ડિપ્લોમેટ" માં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં નેટીઝન્સમાં ખૂબ જ લોકપ્રિય છે, અને તેમને પ્રેમથી 'મોદી લાઓક્સિયન' કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે, જેનો અર્થ છે "મોદી અમર છે". બંને દેશો વચ્ચે સરહદોમાં વિવાદ હોવા છતાં આંતરરાષ્ટ્રીય નેતા તરફથી આ એક દુર્લભ અને ગૌરવપૂર્ણ વાત છે.
પત્રકાર મુ ચુનશને વ્યૂહાત્મક બાબતોના સામયિક "ડિપ્લોમેટ" માટે "ભારતને ચીનમાં કેવી રીતે જોવામાં આવે છે?" શીર્ષકવાળા લેખમાં પણ લખ્યું છે કે, મોટાભાગના ચીનીઓ માને છે કે, મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે, અને તે સંતુલન જાળવી શકે છે. ચુનશાન ચાઈનીઝ સોશિયલ મીડિયા, ખાસ કરીને સિના વેઈબોના વિશ્લેષણ માટે પ્રખ્યાત છે. સિના વેઇબો એ ચીનમાં ટ્વિટર જેવું જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, અને તેના 582 મિલિયનથી વધુ યુઝર્સ છે.
લાઓક્સિયનનો અર્થ શું છે
આ લેખ મુજબ “વડાપ્રધાન મોદીનું ચાઈનીઝ ઈન્ટરનેટ પર એક અસામાન્ય ઉપનામ છે, મોદી લાઓક્સિયન. લાઓક્સિઅન ચોક્કસ વિશેષ ક્ષમતાઓ ધરાવતા વૃદ્ધ અમર માણસનો ઉલ્લેખ કરે છે. આ હુલામણા નામનો અર્થ એ છે કે, ચીનમાં ઈન્ટરનેટ યુઝર્સ માને છે કે, મોદી અન્ય નેતાઓની સરખામણીમાં આશ્ચર્યજનક રીતે અલગ છે."
તેમણે લખ્યું છે કે, ચીનના લોકો મોદીના ડ્રેસ અને બોડી લેંગ્વેજ બંને તરફ ઈશારો કરે છે, અને તેમની કેટલીક નીતિઓને ભારતની અગાઉની નીતિઓથી અલગ માને છે.
કેટલાક ચીની નાગરિકો માને છે કે, ભારતના રશિયા, અમેરિકા સહિતના વિવિધ મોટા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોઈ શકે છે. તેમણે કહ્યું કે, 'Laoxian' શબ્દ મોદી પ્રત્યે ચીનના લોકોની જટિલ ધારણાને દર્શાવે છે, જેમાં જિજ્ઞાસા, વિસ્મય વગેરેનો સમાવેશ થાય છે.
મુએ કહ્યું, “હું લગભગ 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ કરી રહ્યો છું, અને ચાઈનીઝ નેટીઝન્સ (ઈન્ટરનેટ યુઝર્સ) માટે કોઈ વિદેશી નેતાને આટલુ મહત્વ આપવુ તે દુર્લભ છે. મોદીની ઉપનામ બીજા બધાથી ઉપર છે. જોકે, ચોક્કસપણે, તેમણે ચીનના લોકો પર છાપ એક અલગ છાપ છોડી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર