Home /News /national-international /ચોકીદારોને ચોર કહેવું અયોગ્ય, નામદારોએ હંમેશા કામદારોને ગાળ આપી છે: મોદી

ચોકીદારોને ચોર કહેવું અયોગ્ય, નામદારોએ હંમેશા કામદારોને ગાળ આપી છે: મોદી

વડાપ્રધાને ચોકીદારોને કહ્યું કે તમને કોઈ ગાળ આપે તો તેને આભૂષણ બનાવી લેવું જોઈએ

વડાપ્રધાન મોદીએ આજે ઑડિયોના માધ્યમથી દેશના 25 લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું આપણે હુમલો પાકિસ્તાનમાં કર્યો પરંતુ તકલીફ અહીંયા કેટલાક લોકોને થઈ છે

  ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદીએ લોકસભાની ટૂંટણી પહેલા 25 લાખ ચોકીદારો સાથે ઑડિયો સંવાદ સાદ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજકાલ કેટલાક લોકો ચોકીદારોને ચોર કહી રહ્યાં છે, જે દુઃખદ બાબત છે. ચોકીદાર માટે ડ્યૂટી જ તહેવાર બની જાય છે. બુરાઈઓ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે સમગ્ર દેશ ચોકીદાર બનવાની શપથ લઈ રહ્યો છે.

  વડાપ્રધાન મોદીએ કહ્યું, “દેશમાં સૌથી પહેલાં ચોકીદારીનું કામ કરનાર, સરહદ પર કામ કરનાર, પોલીસના જવાનોની માફ માંગુ છું. કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અનાપ શનાપ બોલવાનું શરૂ કરી દીધું, એ લોકોએ દરેક ચોકીદારને ચોર ચોર કહી દીધા. તે લોકો મારા નામ સાથે બોલતા તો તમને નુકશાન થતું પરંતુ તેમનામાં હિમ્મત નહોતી. આવા લોકોની હિમ્મત અહીં અટકવાની નથી. તે નવી નવી ચીજો ખોજશે, ક્યાંક કોઈ ચોકીદારથી ભૂલ થઈ હશે તો તેને બદનામ થશે. ”

  તેમણે વધુમાં કહ્યું “આપણે નિષ્ઠાપૂર્વક આપણી જવાદારી નિભાવવાની છે. આજે આખો દેશ ચોકીદાર હોવાની શપથ લઈ રહ્યાં છે. ઇમાનદારીથી કામ કરવાનો પર્યાય થઈ રહ્યો છે.”

  આ પણ વાંચો: ભાગેડુ નીરવ મોદીની લંડનમાં ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

  કામદારોને ગાળો આપવી નામદારોની આદત
  આ નામદારોની આદત છે, કામદારો પ્રત્યે નફરત ફેલાવી. કામદાર કઈ પણ કરે, વડાપ્રધાન પણ બની જાય તો પણ આ લોકો આવી રીતે જ અપમાનિત કરશે. લોકો નામથી નહીં પોતાના કામથી મોટા હોય છે. પોતાની નિષ્ઠા દેશ પ્રત્યેના સમર્પણ હોય છે. હું ચોકીદારોને દેશવાસીઓને સંદેશ આપું છું. આગળ વધવાનું છે. ડૉક્ટર, એન્જિનિયર, વડાપ્રધાન બનાવવાના છે. આપણે આપણા સંતાનોની અંદર દેશનો ચોકીદાર જીવતો રહેવો જોઈએ.

  સંતોષ કુમાર ઓડિશા
  જય હિંદ, હું 13 વર્ષથી કટકમાં સુક્ષાકર્મી તરીકે કાર્યરત છું, તમે પુલવામા હુમલા બાદ જડબાતોડ આવે છે. મારા મનમાં કોઈ શક નથી બચ્યો. તમે ચોકીદારોની ઇજ્જત વધારી દીધી, દેશમાં ગજબનો માહોલ છે.

  આ પણ વાંચો: મુંબઈ: હોળી સાથે મસૂદ અઝહર અને PUBGનું પૂતળા દહન થશે

  વડાપ્રધાન
  મને તમારી વાત સાંભળી ખૂબ જ સંતોષ થઈ. તમે રોજબરોજની વાતો મારા સુધી પહોંચાડી. સૌને દેશની સેના પર ગર્વ હોવો જોઈએ. દેશના જવાનોએ જેવી રીતે એકએક આતંકવાદીનો સફાયો કર્યો તેના કારણે તમામ ભારતીયની છાતી ફુલેલી છે. વિપક્ષી પાર્ટીના વર્તનથી હેરાન છે. ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપનાર ગેંગના સભ્યો હેરાન છે કે ઇજા પાકિસ્તાનને પહોંચી દર્દ વિપક્ષને થઈ રહ્યો છે. પાકિસ્તાનના ટીવી પર ચેનલો પર આપણા દેશ વિરુદ્ધ બોલનારા લોકો ચમકી રહ્યાં છે. વાર પાકિસ્તાનમાં થયો તો અમુક લોકો બિમાર થયો.

  આ પણ વાંચો: પીએમ મોદીની ડિગ્રી આપણને આજ સુધી જોવા નથી મળી: રાહુલ ગાંધી

  સન્નમુખા - આંધ્રપ્રદેશ
  હું 20 વર્ષોથી સુરક્ષા કર્મીનું કામ કરી રહ્યો છું, ચોકીદાર તરીકે હું ગર્વ અનુભવી રહ્યો છું. હું પણ ચોકીદાર તમે પણ ચોકીદાર આપણે ચોકીદારી કરીએ છે, ત્યારે તમને કેવો અનુભવ નથી.

  વડાપ્રધાન
  આજે મારા માટે તમારા શબ્દો સ્વર્ણિમ ભેટ છે, કામ આપણે કરવાનું છે, જીવ રેડીને કરવાનું છે. જે બીજાના સ્વપ્નો માટે જીવે છે, તેમને સુરક્ષિત રાખવાનું કામ કરનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. શિક્ષક, જવાન, ડોક્ટર, જે લોકો પોતાની જવાબદારીને નિષ્ઠાથી કામ કરે છે તો ચોકીદાર છે. આપણે મળીને મુસીબતોને દૂર કરીને દેશને આગળ વધારવાના છે. અમારી સરકારે ગરીબોના ઉત્થાન માટે સતત કામ કર્યું છે.

  ગાળને જ ઘરેણુ બનાવી દવ છું
  મારા જીવનનો એક જ મંત્ર છે, હું ગાળને ઘરેણુ બનાવી નાંખુ છું. મારા પ્રિય ચોકીદારો કોઈ તમને ગમે તેટલી ગાળો આપે તમે તમારા જીવનમાં તેને આભૂષણ બનાવી દેજો અને જીવનમાં સતત પ્રયત્નશીલ રહેજો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Genrel election 2019, Loksabah 2019, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन