કોરોનાથી જંગ જીતીશું, આત્મનિર્ભર બનશે ભારત: જાણો પીએમ મોદીના ભાષણની ખાસ વાતો

News18 Gujarati
Updated: August 15, 2020, 9:49 AM IST
કોરોનાથી જંગ જીતીશું, આત્મનિર્ભર બનશે ભારત: જાણો પીએમ મોદીના ભાષણની ખાસ વાતો
પીએમ મોદી.

Independence Day 2020 : વડાપ્રધાન મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર કહ્યુ કે આગામી વર્ષે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થશે, એક મોટો પર્વ આવી રહ્યો છે.

  • Share this:
Independence Day 2020: વડાપ્રધાન પીએમ મોદી (PM Modi)એ દેશના 74માં સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના લાલ કિલ્લા (Red Fort) પરથી સાતમી વખત ત્રિરંગો ફરકાવ્યો હતો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ (PM Modi Speech)ની શરૂઆત કોરોના મહામારીની લડાઈ લડી રહેલા કોરોના વૉરિયર્સ (Corona Warriors)ને યાદ કરીને કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, સેવા પરમો ધર્મઃની ભાવના સાથે પોતાના જીવની પરવા કર્યા વગર આપણા ડૉક્ટર્સ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઈકર્મી, પોલીસકર્મી, સેવાકર્મી, સહિત અનેક લોકો 24 કલાક કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આવતા વર્ષે આપણે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. એક મોટો ઉત્સવ આપણી સામે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ગુલામીનો કોઈ પણ કાળખંડ એવો ન હતો જ્યારે કોઈએ આઝાદી માટે પ્રયાસ ન કર્યા હોય અને કોઈએ આહૂતિ ન આપી હોય. આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ અનેક દીકરા-દીકરીઓનો ત્યાગ અને બલિદાન રહેલા છે. આજનો દિવસ તમામ સ્વતંત્રતા સેનાની અનેક શહીદોને નમન કરવાનો દિવસ છે.

આ પણ વાંચો : નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત, દરેક ભારતીયને અપાશે હેલ્થ આઈડી

વડાપ્રધાન મોદીના ભાષણની ખાસ વાતો :

>> કોરોનાની મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે.

>> ભારતે હંમેશે એવું માન્યું છે કે દુનિયા એક પરિવાર છે. જ્યારે આપણે આર્થિક વિકાસ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, માનવતાને આ પ્રક્રિયા અને આપણી યાત્રામાં એક કેન્દ્રીય ભૂમિકા બનાવી રાખવી જોઈએ.>> ક્યાં સુધી આપણા દેશનો કાચો માલ બહાર જતો રહેશે અને પ્રોડક્ટ બનીને પરત ભારતમાં પરત આવતી રહેશે? આને બંધ કરવાની જરૂર છે અને દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.

>> મને વિશ્વાસ છે કે સ્પેસ ક્ષેત્રને ખોલવા જેવા ઉપાયોથી આપણા યુવાનો માટે રોજગારીના અનેક અવસર ઊભા થશે. તેમના કૌશલ્ય અને ક્ષમતાને આગળ વધારવા માટે વધારે અવસર મળશે.

>> આત્મનિર્ભરનો મતલબ ફક્ત આયાત ઓછી કરવાનો નથી પરંતુ આપણી ક્ષમતા, રચનાત્મકતા અને કૌશલ્યને આગળ વધારવાનો પણ છે. કોરોના મહામારી વચ્ચે 130 કરોડ લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો : ખેડૂતોને દેવામાંથી ક્યારે આઝાદી મળશે, શું આત્મનિર્ભર થશે અન્નદાતા?

>>કોઈએ વિચાર્યું હતું કે દેશમાં ગરીબોના ખાતામાં હજારો કરોડ રૂપિયા સીધા જમા થશે? થોડા મહિના પહેલા આપણે N-95 માસ્ક, PPE કીટ, વેન્ટિલેટર વિદેશથી મંગાવતા હતા. આજે ભારત આ તમામ વસ્તુઓની જરૂરિયાત પૂરી કરે છે, એટલું જ નહીં વિદેશમાં પણ નિકાસ કરે છે.

>> ભારતને આધુનિકતા તરફ વધારે ઝડપથી લઈ જવા માટે દેશના મૂળ ઢાંચાના વિકાસ માટે નવી દીશા આપવાની જરૂર છે. આ જરૂરિયાત નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટથી પૂરી થશે. આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં આવવા માંગે છે. આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મેડ ફૉર વર્લ્ડના મંત્ર સાથે આગળ વધવું પડશે.

>> દેશમાં હેલ્થ મિશન નામનું અન્ય એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન દેશમાં હેલ્થ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. આ માટે દરેક ભારતીયને હેલ્થ આઈડી આપવામાં આવશે. જેમાં જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે તમામ માહિતી હશે.

>> આજે ભારતની મહિલા અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણમાં કામ કરે છે. લડાકૂ વિમાનથી આકાશની ઊંચાઈને સ્પર્શી રહી છે. દેશમાં 40 કરોડ જનધન ખાતા ખુલી ચુક્યા છે, જેમાંથી લગભગ 22 કરોડ ખાતા મહિલાઓના છે. કોરોનાના સમયમમાં એપ્રિલ, મે, જૂન આ ત્રણ મહિનામાં મહિલાઓના ખાતામાં સીધા આશરે 30 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 15, 2020, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading