પીએમ મોદીએ હૈદરાબાદને આપી મેટ્રોની ભેટ, 30 કિમી કરી સફર

પીએમ મોદીએ આજે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્ધાટન કર્યુ હતું

પીએમ મોદીએ આજે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્ધાટન કર્યુ હતું

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે. પીએમ મોદીએ આજે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્ધાટન કર્યુ હતું. ત્યાર બાદ પીએમ મોદીએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મિયાપુરથી કુકતપલ્લી સુધી મેટ્રોમાં સફર કરી હતી.

આ મુલકાતમાં તેમની સાથે તેલંગાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પહેલા તબક્કામાં નાગોલ અને મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો રેલ સેવાની શરૂવાત થશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશન હશે.મેટ્રોનું ઉદ્ધધાટન કર્યા પછી પીએમ જીઈ સમિટમાં સામેલ થશે. જ્યાં એ અમેરિકી રાષ્ટ્રપતિની દિરકી ઈવાંકા ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.

હૈદરાબાદ મેટ્રોનું ઉદ્ધાટન કરવા પહોંચેલા પીએમ મોદીના સ્વાગતમાં આવેલ બીજીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતાં. કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયાની આંખો હૈદરાબાદ પર છે. આજે અહીંયા દુનિયાભરના બિઝનેસમેન આવ્યાં છે. મોદીએ કહ્યું કે લાખો કાર્યકર્તાઓની મહેનતના કારણે આજે બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે. તેમણે એ પણ કહ્યું કે દક્ષિણમાં બીજેપી સરકાર ઘણી ઓછી છે, પરંતુ તો પણ આપણાં કાર્યકર્તાઓ ઘણી મહેનતથી કામ કરે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય સાથે ભેદભાવ નથી કરતી, દરેક રાજ્યને મદદ કરે છે.

ઈવાન્કા ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે
28થી 30 નવેમ્બર દરમિયાન યોજાનાર ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ આવી પહોંચી છે. ઈવાન્કા ટ્રમ્પની સલાહકાર પણ છે. આ સમિટમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. આજથી આ સમિટની શરૂઆત થશે. પ્રથમ વખત દક્ષિણ એશિયામાં આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આના કારણે મહિલાઓની ભાગીદારી વિશેષ હશે. નીતિ આયોગના મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી અમિતાભ કાંત અને ભારત ખાતેના અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટરે સોમવારે હૈદરાબાદ ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે આ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વેપાર અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ, રક્ષા મંત્રી નિર્મલા સિતારામન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ સામેલ થશે.
First published: