ન્યૂ ઈન્ડિયાના વિકાસનું 'એન્જિન' બનશે ઓડિશા- PM મોદી

News18 Gujarati
Updated: December 24, 2018, 2:48 PM IST
ન્યૂ ઈન્ડિયાના વિકાસનું 'એન્જિન' બનશે ઓડિશા- PM મોદી
PM મોદીએ ભુવનેશ્વરમાં જાહેર સભા સંબોધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં 14500 કરોડની પરિયોજનાઓનો શુભારંભ કર્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં 14500 કરોડની પરિયોજનાઓનો શુભારંભ કર્યો. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ઉપસ્થિત રહ્યા. પીએમે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, તેની સાથે જ ઉર્જા ગંગા યોજના હેઠળ પાઇપ લાઇન કાર્યની પણ શરૂઆત કરી. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, ઓડિશા ન્યૂ ઈન્ડિયાના વિકાસનું એન્જિન બનશે. વડાપ્રધાનના આ પ્રવાસને 2019ની વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. ભાજપ આ વખતે પૂર્વ ભારત પર ભાર મૂકી રહ્યું છે, આજ કારણ છે કે ભાજપ અહીં પોતાની તમામ તાકાત લગાવવા માંગે છે.

પરિયોજનાના શુભારંભ સમયે વડાપ્રધાને જણાવ્યું કે, તેલ અને ગેસના ક્ષેત્રોમાં ઓડિશાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. અહીંના યુવાઓ માટે રોજગારની નવી તકો ઊભી થશે. 1200 કિલોમીટરની પાઇપલાઇન ઓડિશાની સાથોસાથ આંધ્ર અને તેલંગાનાની પેટ્રોલિયમ જરૂરિયાતોને પણ પૂરી કરશે.

પીએમ ઓડિશાના ખોરધામાં વિશાળ રેલીમાં સામેલ થશે. માનવામાં આવે છે કે આ રેલી દ્વારા મોદી ઓડિશામાં 2019 માટે ચૂંટણી બ્યૂગલ ફુંકી શકે છે. બીજી તરફ, ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરશે. રાજ્યના ખેડૂત અનાજ માટે વધુ એમએસપીની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોમવારે તેલંગાના પ્રવાસ પર રહેશે, ત્યાં તેઓ ભાજપના નેતાઓને મળી હાલમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરશે.
First published: December 24, 2018, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading