liveLIVE NOW

આ ચૂંટણીમાં અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજિત કરી દીધી- વારાણસીમાં PM મોદી

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, કાશીની જનતા પર પીએમ મોદીને વિશ્વાસ હતો, જેને તમે સાચો પુરવાર કરી દીધો

 • News18 Gujarati
 • | May 27, 2019, 15:35 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO
  13:49 (IST)

  રાજકીય પંડિત અમને હજુ પણ હિન્દી બેલ્ટની પાર્ટી તરીકે જુએ છે. નોર્થ ઈસ્ટમાં અમે સરકાર ચલાવી રહ્યા છીએ. કર્ણાટકમાં અમે સૌથો મોટી પાર્ટી છીએ. લદાખથી અમારા સાંસદ ચૂંટાઈને આવે છે અને રાજકીય પંડિતો માટે અમે હિન્દી બેલ્ટની પાર્ટી છીએ: પીએમ મોદી

  13:11 (IST)
  આ ચૂંટણીમાં અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજિત કરી દીધી છે. દેશમાં સમાજ શક્તિની જે કેમેસ્ટ્રી છે. આદર્શો, સંકલ્પોની જે કેમેસ્ટ્રી છે તે ક્યારેક તમામ ગુણાકાર-ભાગાકારને, અંકગણિતને પરાજિત કરી દે છે.- પીએમ મોદી

  13:7 (IST)
  ત્રણ-ત્રણ ચૂંટણી પરિણામો જોયા બાદ પણ રાજકીય પંડિતોની આંખો ખુલી નથી રહી. દેશ 21મી સદીમાં પહોંચી ગયો પરંતુ રાજકીય પંડિત 20મી સદીમાં રહી ગયા.- પીએમ મોદી

  13:5 (IST)

  વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું કે અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે તમે નિશ્ચિંત રહેવા અને જીત બાદ જ આવજો. તેથી હું 19મી તારીખે મતદાનના દિવસે અહીં નહોતો આવ્યો. મને લાગ્યું કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબાની પાસે ચાલ્યો ગયો.

  12:58 (IST)
  યૂપીમાં જીતની હેટ્રિક થઈ છે. ઉત્તર પ્રદેશ દેશના રાજનીતિને એક નવી દિશા દર્શાવી રહ્યું છે. -પીએમ મોદી

  12:52 (IST)
  12:45 (IST)
  કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. કાર્યકર્તાઓનો સંતોષ એ જ અમારો જીવનમંત્રી છે- કાશીમાં બોલ્યા પીએમ મોદી

  12:44 (IST)
  કાશીનો મિજાજ વિશે દરેક દેશમાં નજર રાખવામાં આવી રહી હતી. કાશીએ સમગ્ર દુનિયાને એક વિશ્વરૂપ દર્શાવ્યું હતું. - પીએમ મોદી

  12:42 (IST)
  મોદીજીએ છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં ગંગાને ઘાટ જુઓ, એરપોર્ટથી કાશીનો રોડને જુઓ, વીજળીના વાયરોને જમીનની અંદર નાખવાનું કામ જુઓ, સીવર યોજનાને જુઓ, દરેક યોજનામાં ડિટેલ પ્લાનિંગથી કામ કરવામાં આવ્યું છે. - અમિત શાહ

  12:35 (IST)
  વારાણસીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અહીંની જનતા ભાગ્યશાળી છે કારણ કે મોદી અહીંના જનપ્રતિનિધિ છે, તેમનું લક્ષ્ય અહીંનો વિકાસ કરવાનું છે.

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. 4.79 લાખ મતોના અંતરથી વારાણસી લોકસભા સીટ જીત્યા બાદ આ પીએમ મોદીનો પહેલો પ્રવાસ છે. ભારે જનાદેશ આપનારી જનતાનો આભાર માનવા ઉપરાંત મોદીએ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.

  વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું કે અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે તમે નિશ્ચિંત રહેવા અને જીત બાદ જ આવજો. તેથી હું 19મી તારીખે મતદાનના દિવસે અહીં નહોતો આવ્યો. મને લાગ્યું કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબાની પાસે ચાલ્યો ગયો.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन