Home /News /national-international /PM Modi in Uttarakhand: PM મોદી આજે ઉત્તરાખંડમાં, 17,500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ

PM Modi in Uttarakhand: PM મોદી આજે ઉત્તરાખંડમાં, 17,500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ

PM મોદી ઉત્તરાખંડમાં 17,500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. (Image- PTI)

PM Modi in Uttarakhand: 23 પરિયોજનાઓમાંથી 14,100 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે, જે સિંચાઈ, સડક, આવાસ, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સ્વચ્છતા, પીવાના પાણીના સપ્લાય સહિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે.

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે ઉત્તરાખંડ (Uttarakhand)ના હલ્દ્વાનીની મુલાકાત લેશે અને 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જાણકારી મુજબ, આજે PM મોદી આ 23 પ્રોજેક્ટ્સમાંથી 17નો શિલાન્યાસ કરશે, જેની કિંમત 14,100 કરોડ રૂપિયાથી વધુ છે.  PMOના નિવેદન અનુસાર, 23 પરિયોજનાઓમાંથી 14,100 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે, જે સિંચાઈ, સડક, આવાસ, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સ્વચ્છતા, પીવાના પાણીના સપ્લાય સહિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમમાં છ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે, જે રસ્તાના વિસ્તરણ, એક પિથોરાગઢમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (Hydroelectric project) અને નૈનીતાલમાં સીવરેજ નેટવર્ક (Sewerage network) સુધારથી સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 3,400 કરોડ રૂપિયા છે.

વડાપ્રધાન લગભગ 5,750 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા લખવાર બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટની 1976માં સૌપ્રથમ પરિકલ્પના કરવામાં આવી હતી અને ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી હતી. PMO અનુસાર, ‘લાંબા સમયથી સ્થગિત પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાની વડાપ્રધાનની પરિકલ્પના મુજબ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહત્વનો આ પ્રોજેક્ટ આશરે 34,000 હેક્ટરની જમીનની સિંચાઈ, 300 મેગાવોટ જળવિદ્યુત ઉત્પાદન અને છ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનને પીવાનું પાણી સપ્લાય કરવા માટે સક્ષમ બનાવશે.’

આ દરમિયાન વડાપ્રધાન લગભગ 8700 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેમાં 4000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનાર 85 કિમી મુરાદાબાદ-કાશીપુર રોડને ચાર લેનનો બનાવવો, ગદરપુર-દિનેશપુર-મડકોટા-હલ્દ્વાની રોડ (SH-5) અને 22 કિમીના ભાગને ટૂ લેનનો અને કિચ્ચાથી પંતનગર (SH-44) સુધી 18 કિમીના ભાગને બે લેનનો બનાવવો, ઉધમસિંહ નગરમાં 8 કિમી લાંબા ખટીમા બાયપાસનું નિર્માણ, 175 કરોડથી વધુના ખર્ચે ફોર લેનના નેશનલ હાઈવે (NH 109-D)નું નિર્માણ સામેલ છે.

તો ગ્રામ સડક યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં 625 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 1157 કિમીના 133 ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ અને લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે 151 પુલનું નિર્માણ થવાનું છે.

મેડિકલ કોલેજનો શિલાન્યાસ

રાજ્યના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવા અને દેશના તમામ ભાગોમાં લોકોને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસ હેઠળ વડાપ્રધાન ઉધમ સિંહ નગર જિલ્લામાં AIIMS ઋષિકેશ સેટેલાઇટ સેન્ટર અને પિથોરાગઢમા જગજીવન રામ સરકારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો: ટેક્સ-દંડના 52 કરોડ કાપો અને બાકી પાછા આપો; પીયૂષ જૈને કોર્ટ પાસે જપ્ત કરાયેલા પૈસા પાછા માગ્યા!

આ બે હોસ્પિટલો અનુક્રમે 500 કરોડ રૂપિયા અને 450 કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે. પીએમઓએ કહ્યું કે કુમાઉ અને તરાઈ વિસ્તારના લોકો ઉપરાંત ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોના લોકોને પણ સારી મેડિકલ સુવિધા મળશે.

મકાનોનું નિર્માણ

વડાપ્રધાન ઉધમસિંહ નગર જિલ્લાના સિતારગંજ અને કાશીપુરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે લગભગ 2400 મકાનોના નિર્માણનો શિલાન્યાસ કરશે. આ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 170 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવશે.

આ પણ વાંચો: ‘New Year 2022’ના સેલિબ્રેશન પર કોરોનાનો ઓછાયો, પ્રતિબંધો વચ્ચે થશે પાર્ટી, જાણો કયા રાજ્યોમાં કેટલી છૂટ?

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પાણીના નળના પુરવઠામાં સુધારો કરવા માટે પ્રધાનમંત્રી જલ જીવન મિશન હેઠળ રાજ્યના 13 જિલ્લાઓમાં 73 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓ પર કુલ 1250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેનાથી રાજ્યના 1.3 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને લાભ મળશે.

આ ઉપરાંત હરિદ્વાર અને નૈનીતાલના શહેરી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત પાણીનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન આ બે શહેરો માટે પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

પીએમઓએ કહ્યું, આ પ્રોજેક્ટથી હરિદ્વારમાં લગભગ 14500 અને હલ્દ્વાનીમાં 2400થી વધુ પાણીના નળનું કનેક્શન મળશે, જેનાથી હરિદ્વારની લગભગ એક લાખ વસ્તી અને હલ્દ્વાનીની લગભગ 12000 વસ્તીને ફાયદો થશે.
First published:

Tags: National News in gujarati, PM Modi પીએમ મોદી, Uttarakhand news, પીએમ નરેન્દ્ર મોદી