PM Modi in US: કોરોના, ભાગીદારી...જાણો પીએમ મોદી અને બાઇડેન વચ્ચે શું થઇ વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (તસવીર - PMOIndia twitter)

PM Modi in US- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના દોસ્ત ગણાવ્યા, તેમણે કહ્યું કે પોતાના મિત્રનું વ્હાઇટ હાઉસમાં (White House) સ્વાગત કરું છું

  • Share this:
    વોશિંગ્ટન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)સાથે મુલાકાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) US-ભારતની વધી રહેલી પ્રગાઢતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi in US)પોતાના દોસ્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે પોતાના મિત્રનું વ્હાઇટ હાઉસમાં (White House) સ્વાગત કરું છું. મેં પીએમ મોદીને કહ્યું કે દરરોજ સીટ પર એક ભારતીય અમેરિકન બેસે છે. કમલા હૈરિસના માતા એક જાણીતા વૈજ્ઞાનિક હતા. ભારત અને અમેરિકા વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા સૌથી વધારે નજીકના દેશે હશે.

    ભારત સાથે પોતાના જોડાવ વિશે બાઇડેને કહ્યું કે જ્યારે હું મુંબઈના ચેમ્બુરમાં હતો ત્યારે ભારતના પ્રેસના લોકોએ મને પૂછ્યું કે શું મારા સંબંધીઓ ઇન્ડિયામાં છે? મેં કહ્યું મને જાણ નથી. હું 29 વર્ષનો હતો જ્યારે મને કોઇ વ્યક્તિએ લેટર લખ્યો ત્યારે તેમાં કહ્યું હતું કે મારું નામ પણ બાઇડેન છે. પ્રેસે જણાવ્યું કે પાંચ લોકો છે જેમનું નામ બાઇડેન છે. એક જોર્જ બાઇડેન જે કેપ્ટન હતા.

    આ પણ વાંચો - વડાપ્રધાન મોદીના ખાસ વિમાન ઇન્ડિયા વનમાં છે આટલી ખાસિયતો, સુરક્ષા અને સુવિધાથી છે ભરપૂર

    ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થવાના છે

    ભારત અને અમેરિકાના સબંધોને લઇને બાઇડેને કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થવાના છે. આજે ભારત અને અમેરિકા નવો અધ્યાય શરૂ કરશે. સૌથી પહેલા કોરોના સામે લડશે. આજે પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી) અને અમે વાત કરીશું કે કેવી રીતે કોરોના મહામારીને દૂર કરવામાં આવે. અમારી જે અંદરો અંદર પાર્ટનરશિપ છે અમે ઇચ્છીએ કે તેમાં વિવિધતા હોય. અહીં 4 મિલિયન ભારતીય મૂળનો લોકો છે જે અમને વધારે મજબૂત બનાવે છે. આગામી સપ્તાહે મહાત્મા ગાંધી જન્મ શતાબ્દી મનાવીશું. તેમના બતાવેલા અહિંસા પાઠને દોહરાવીશું.

    શું કહ્યું પીએમ મોદીએ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય ડેલિગેશનનું સ્વાગત કરવા માટે હું તમારો ઘણો આભાર માનું છું. 2014થી મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી. તે સમયે તમારું ભારત-અમેરિકાના સંબંધમાં જે વિઝન હતું તે ઘણું પ્રેરક હતું. રાષ્ટ્રપતિના રૂપમાં આ વિઝનને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેનું હું સ્વાગત કરું છું.
    Published by:Ashish Goyal
    First published: