Home /News /national-international /કેદારનાથમાં ‘નમો નમો': PM મોદીએ પાળ્યું પ્રોમિસ! પરંપરાગત ડ્રેસ પહેરીને કરી પ્રાર્થના, જાણો શા માટે સ્પેશ્યલ છે ચોલા ડેરા

કેદારનાથમાં ‘નમો નમો': PM મોદીએ પાળ્યું પ્રોમિસ! પરંપરાગત ડ્રેસ પહેરીને કરી પ્રાર્થના, જાણો શા માટે સ્પેશ્યલ છે ચોલા ડેરા

PM મોદીએ ચોલા ડોરા પહેરીને કરી પ્રાર્થના

PM Modi in Chola Dora Dress: કેદારનાથમાં પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો છે, તેનો સંબંધ હિમાચલના ચંબા વિસ્તાર સાથે છે. આ ડ્રેસ તેમને ચંબા જિલ્લાની એક મહિલાએ ભેટ આપ્યો હતો. જાણો શું છે તેની વિશેષતા

PM Modi in Kedarnath: કેદારનાથના દર્શનાર્થે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ સ્ટાઇલની ચર્ચા થઇ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેમાં તેમનો પારંપરિક હિમાચલી લુક (PM Modi in Traditional Himachal Look) જોવા મળ્યા હતા. કેદારનાથમાં પીએમ મોદીએ જે ડ્રેસ (PM Modi in Chola Dora Dress) પહેર્યો છે, તેનો સંબંધ હિમાચલના ચંબા વિસ્તાર (Chamba Area) સાથે છે. આ ડ્રેસ તેમને ચંબા જિલ્લાની એક મહિલાએ ભેટ આપ્યો હતો.

ચંબાની મહિલાને આપેલું વચન કર્યુ પૂર્ણ

પીએમ મોદીએ મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે તે ઠંડી જગ્યાએ જશે તો આ ડ્રેસ પહેરશે. હવે પીએમ મોદીએ ચંબાની મહિલાને આપેલું આ વચન પૂરું કર્યું છે. પીએમ મોદીએ જે ખાસ ડ્રેસ પહેર્યો છે તેને ‘ચોલા ડોરા’ (Chola Dora) કહેવામાં આવે છે. આ સાથે પીએમે માથા પર હિમાચલી ટોપી પણ પહેરી હતી. હિમાચલની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં પીએમના આ ડ્રેસના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે.



કોણ પહેરે છે ચોલા ડોરા

પીએમ મોદીના આ ડ્રેસને પહેરવાનો સંબંધ હિમાચલ વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. હાલમાં જ જ્યારે પીએમ મોદી ચંબા પહોંચ્યા તો તેમણે અહીં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમને એક મહિલાએ એક ડ્રેસ ભેટમાં આપ્યો હતો જે ગદ્દી સમાજના લોકો પહેરે છે. પીએમ મોદીએ આ ડ્રેસ પહેરીને મહિલાની ગરીમા અને તેને આપેલું વચન જાળવી રાખ્યું છે તો તેમણે ભરમોરના લોકોને પણ ખુશ કરી દીધા છે. હિમાચલ પ્રદેશની તમામ 68 બેઠકો પર 12 નવેમ્બરે મતદાન થશે, જયારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

હિમાચલમાં ભાજપની પ્રતિષ્ઠાનો જંગ

ભાજપે ભરમોર વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને નવા ઉમેદવાર ભરમોર વિધાનસભા મત વિસ્તારમાંથી ડો.જનક રાજને ટિકિટ આપી છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ લાંબા સમય સુધી જોડાયેલા હતા. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ટ્રેડિશનલ ડ્રેસ છે. ગદ્દી સમાજ કાંગડા અને પાલમપુરમાં પણ વસેલો છે. હિમાચલના કાંગડા જિલ્લામાં સૌથી વધુ 15 વિધાનસભા બેઠકો છે, તો કોઇ પણ રીતે તેનો ફાયદો ભાજપને મળી શકે છે.

આ પણ વાંચો: PM Modi Visit Kedarnath: પીએમ મોદીની શિવભક્તિ, કેદારનાથ ધામમાં કર્યા દર્શન

શું છે ચોલા ડોરાની ખાસિયત?

પીએમ મોદીએ જે ચોલા પહેર્યો છે, તે ઘેટાંના વાળમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘેટાંના વાળ કાઢીને કાંતવામાં આવે છે અને પછી તેનો દોરો બનાવવામાં આવે છે. પછી તેની મંડાઇ કરવામાં આવે છે. પછી તેની એક ચાદર બનાવવામાં આવે છે જેને પટ્ટ કહે છે. પછી તેને સીવીને ચોલા બનાવવામાં આવે છે. આ ડ્રેસ ખૂબ જ ગરમ છે. ચંબાના ભરમોર વિસ્તારમાં રહેતા ગદ્દી સમુદાયના લોકોનો આ મુખ્ય ડ્રેસ છે.

ગદ્દી સમુદાયના લોકોને કર્યા ખુશ

હિમાચલ પ્રદેશમાં કુદરતી રીતે વસેલી જનજાતિઓમાં ગદ્દી જનજાતિની મોટી વસ્તી છે. ગદ્દી જનજાતિ પોતાની વિશિષ્ટ ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલી, રીતરિવાજો અને પહેરવેશના કારણે પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. ગદ્દી સમાજે આજે પણ પોતાની જૂની સંસ્કૃતિ અને વારસાનું જતન કર્યું છે. પીએમ મોદીએ આ ડ્રેસ પહેરીને ગદ્દી સમાજના લોકોને ખુશ કરી દીધા છે.
First published:

Tags: Himachal News, Kedarnath, PM Modi પીએમ મોદી, PM Narendra Modi Live, PMMODI

विज्ञापन