Home /News /national-international /PM Modi in Prayagraj: યૂપી ચૂંટણી પહેલા 16 લાખ મહિલાઓને ભેટ, PM મોદીએ ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, જાણો ભાષણની ખાસ વાતો

PM Modi in Prayagraj: યૂપી ચૂંટણી પહેલા 16 લાખ મહિલાઓને ભેટ, PM મોદીએ ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, જાણો ભાષણની ખાસ વાતો

પીએમ નરેન્દ્ર મોદી પ્રયાગરાજના પ્રવાસે (PM Modi Prayagraj Visit)

PM Modi Prayagraj Visit - પીએમ મોદીએ કહ્યું - 5 વર્ષ પહેલા યૂપીના રસ્તા પર માફિયારાજ હતું, યોગી જી એ તેમને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા છે

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશની ચૂંટણી (Uttar Pradesh elections-2021) પહેલા યૂપીની મહિલાઓને પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ભેટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજના પ્રવાસે (PM Modi Prayagraj Visit) હતા અને બે લાખથી વધારે મહિલાઓની ઉપસ્થિત વાળા એક અનોખા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સ્વંય સહાયતા સમૂહના (SHG) ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ હસ્તાંતરિત કરી હતી. જેમાં લગભગ 16 લાખ મહિલા સદસ્યોને લાભ મળ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi)કોઇનું નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે યૂપીની મહિલાઓએ નક્કી કરી લીધું છે કે અહીં પહેલાની સરકાર જેવો સમય ફરીથી પાછો લાવવા દેશે નહીં. તેમણે કેન્દ્ર અને પ્રદેશ સરકાર (Central Government)દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ 1000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

પીએમ મોદીએ સ્વંય સહાયતા સમૂહના ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ હસ્તાંતરિત કરી હતી. જેનાથી 16 લાખ મહિલાઓને લાભ થશે. જે આ સાથે જોડાયેલી છે. આ હસ્તાંતરણ દીનદયાળ ઉપાધ્યાય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાઇ)અંતર્ગત કરવામાં આવશે. જેમાં 80,000 એસએચજીને પ્રતિ એસએચજી 1.10 લાખ રૂપિયાના સામુદાયિક નિવેશ કોષ (સીઆઈએફ) પ્રાપ્ત થશે અને 60,000 એસએચજીને પ્રતિ એસએચજી 15,000 રૂપિયાની રિવોલ્વિંગ નિધિ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો - VIDEO: પનામા પેપર્સ કેસમાં વહુ ઐશ્વર્યા રાયની પૂછપરછ થઇ તો સંસદમાં ભડક્યા જયા બચ્ચન, કહ્યું- તમારા ખરાબ દિવસો આવશે!

21 વર્ષમાં લગ્ન વાળા પ્રસ્તાવ પર શું કહ્યું પીએમ મોદીએ

યુવતીઓ માટે લગ્નની ઉંમર 21 કરવાના પ્રસ્તાવ પર પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓ પણ ઇચ્છે છે કે તેમને અભ્યાસ માટે આગળ વધવા માટે સમય મળે, બરાબર અવસર મળે. જેથી દીકરીઓની લગ્નની ઉંમરને 21 વર્ષનો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મોટાભાગની મહિલાઓ આ નિર્ણયથી ખુશ છે. કહી રહી છે કે અમે પીએમને સાંભળ્યા છે આ નિર્ણય એકદમ યોગ્ય છે. ઓછી ઉંમરમાં લગ્ન થઇ જવાથી શિક્ષા અને નોકરીનું સપનું પુરુ થતું નથી. ઓછી ઉંમરમાં લગ્ન થવાથી વહેલા બાળક થવાથી આપણે બીજુ કઇ વિચારતા નથી અને પરિવારમાં લાગી જાય છે.

તેમણે કહ્યું કે દશકો સુધી એવી વ્યવસ્થા રહી છે કે ઘર અને ઘરની સંપત્તિને ફક્ત પુરુષોનો અધિકાર સમજતા હતા. ઘર છે તો કોના નામે? પુરુષોના નામે. ખેતર છે તો કોના નામે? પુરુષોના નામે. દુકાન પર કોનો હક? પુરુષોનો.

આ પણ વાંચો - UP Elections 2022 : સપા પ્રમુખ અખિલેશ યાદવનો મોટો આરોપ, કહ્યું- મુખ્યમંત્રી રોજ સાંજે સાંભળે છે ફોનની રેકોર્ડિંગ

પીએમ મોદીએ પૂર્વવર્તી સરકારો પર પ્રહાર કરતા કહ્યું હતું કે મારી યૂપીની બહેન-બેટીઓને રસ્તા પર નીકળવું મુશ્કેલ હતું, સ્કૂલ-કોલેજ જવું મુશ્કેલ હતું. 5 વર્ષ પહેલા યૂપીના રસ્તા પર માફિયારાજ હતું. યૂપીની સત્તામાં ગુંડાઓનો ત્રાસ હતો. યોગી જી એ તેમને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા છે.
First published:

Tags: PM Narendra Mod, Uttar Pradesh elections-2021, ઉત્તર પ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો