Home /News /national-international /No Money For Terror: આતંકવાદનો ખાત્મો ન બોલાવી દઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ: PM મોદીના પાક. પર ચાબખાં

No Money For Terror: આતંકવાદનો ખાત્મો ન બોલાવી દઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ: PM મોદીના પાક. પર ચાબખાં

No money for terror: delhi

No Money For Terror: વી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ સમિટ 'નો મની ફોર ટેરર'નું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન. કહ્યું: આતંકવાદને સમર્થન આપતા દેશોએ તેની કિંમત ચૂકવવી પડશે.

    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ સમિટ 'નો મની ફોર ટેરર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટેક મિનિસ્ટર્સ કોન્ફરન્સ ટુ કોમ્બાઉટ ટેરર ફાઇનાન્સિંગ'ને સંબોધિત કરતા પીએમ મોદીએ આતંકવાદ સામે હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આતંકવાદનો ખાતમો નહીં થાય, ત્યાં સુધી ભારત જંપીને રહેશે નહીં.

    'નો મની ફોર ટેરર' સમિટમાં પીએમ મોદીએ આતંકવાદને પોષવા માટે કુખ્યાત પાકિસ્તાન પર આડકતરી રીતે હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદને ટેકો આપે છે અને સ્પોન્સર કરે છે.

    કેટલાક દેશો આતંકવાદનું સમર્થન કરે છે

    પાકિસ્તાનનું નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદને સ્ટેટ સ્પોન્સર કરવું જોઈએ નહીં અને વૈચારિક સમર્થન પણ ન આપવું જોઇએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌ જાણે છે કે આતંકી સંગઠનોને ઘણા સ્ત્રોતોથી પૈસા મળે છે, જેમ કે કોઈ દેશનું સમર્થન. કેટલાક દેશો આતંકવાદનું સમર્થન કરે છે. તેઓ આતંકવાદી સંગઠનોને રાજકીય, વૈચારિક અને નાણાંકીય સહાય પૂરી પાડે છે.

    આંતરરાષ્ટ્રીય સંગઠનોએ યુદ્ધ ન હોવાનો મતલબ શાંતિ છે એવું ન સમજવું જોઈએ. પ્રોક્સી વોર પણ ખૂબ જ ખતરનાક હોય છે. આતંકવાદને સમર્થન આપતા દેશો સામે કાર્યવાહી થવી જોઈએ. આવા દેશોને અલગ કરવા જોઈએ. આતંકવાદને ગુપ્ત રીતે અને ખુલ્લેઆમ ટેકો આપનારા સામે દુનિયાએ એક થવાની જરૂર છે.

    પીએમ મોદીએ કહ્યું કે, ભારત આતંકવાદ સામે બહાદુરીથી લડ્યું છે અને જ્યાં સુધી તેને જડમૂળથી ઉખેડી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી ભારત નિરાંતે રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, દાયકાઓ સુધી વિવિધ નામો અને સ્વરૂપે આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને તેના કારણે દેશે હજારો કિંમતી જિંદગીઓ ગુમાવી હતી, પરંતુ તેમ છતાં દેશ બહાદુરીથી આતંકવાદ સામે લડ્યો છે.

    આ પણ વાંચો: One Nation One Charger: ફોનથી લઈને લેપટોપ માટે એક જ ચાર્જર! મોદી સરકારનું સપનું પૂરું કરવા તરફ સફળ ડગલું

    પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો

    - આતંકવાદને નાબૂદ કરવા માટે એક વ્યાપક, સક્રિય વ્યૂહરચના હેઠળ કાર્યવાહી જરૂરી છે. આતંકવાદીઓનો પીછો કરો, તેમના સપોર્ટ નેટવર્કને તોડી નાંખો અને તેમના નાણાંકીય સ્ત્રોતોને નિશાન બનાવો.

    - આતંકવાદને ગુપ્ત રીતે અને ખુલ્લેઆમ ટેકો આપનાર સામે દુનિયાએ એક થવાની જરૂર છે.

    - આતંકવાદને સમર્થન આપતા દેશોએ તેની કિંમત ચૂકવવી પડશે.

    - કેટલાક દેશો તેમની વિદેશ નીતિ હેઠળ આતંકવાદનું સમર્થન કરે છે.

    - માત્ર એક સમાન, એકીકૃત, ઝીરો ટોલેરન્સનો અભિગમ જ આતંકવાદને હરાવી શકે છે.
    - આતંકવાદની લાંબાગાળાની અસર ગરીબો અને સ્થાનિક અર્થતંત્ર પર વધુ પડે છે.

    - તમામ આતંકવાદી હુમલાઓ સામે સમાન આક્રોશ અને કાર્યવાહી થવી જોઈએ.

    - આતંકવાદનો સામનો કરવા માટે સંગઠિત અપરાધ સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन