Home /News /national-international /

PM Modi in Lok Sabha: કૃષિ કાનૂનો પર પીએમના નિશાના પર કોંગ્રેસ, પીએમ મોદીએ કહ્યું- ખેડૂત બતાવે કોણ તેમનો હક છીનવી રહ્યું છે

PM Modi in Lok Sabha: કૃષિ કાનૂનો પર પીએમના નિશાના પર કોંગ્રેસ, પીએમ મોદીએ કહ્યું- ખેડૂત બતાવે કોણ તેમનો હક છીનવી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે

  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (Ramnath Kovind)અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચામાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ઘણા મુદ્દા પર પોતાની વાત કહી હતી.

  પીએમ મોદીનું ભાષણ LIVE

  - PM મોદીએ કહ્યું- જ્યાં સુધી નાના કિસાનોને નવા અધિકાર નથી મળતા ત્યાં સુધી સંપૂર્ણ આઝાદીની વાત તેમના માટે અધુરી રહેશે.

  - PM મોદીએ કહ્યું- 21મી સદીમાં 18મી સદીના વિચાર સાથે અમે કૃષિ ક્ષેત્રમાં ફેરફાર ના કરી શકીએ.

  - કૃષિના અંદર જેટલું રોકાણ વધશે તેટલા જ નવા માર્કેટ બનશે- પીએમ મોદી

  - દેશના સામર્થ્યને વધારવામાં જ્યારે દરેક દેશવાસીઓને પરસેવો લાગે છે ત્યારે જ દેશ આગળ વધે છે. દેશ માટે પબ્લિકની સાથે પ્રાઇવેટ સેક્ટર પણ જરૂરી છે- પીએમ મોદી

  - આવી ચીજોનો શરૂમાં વિરોધ થાય છે પણ જ્યારે સાચી વાત પહોંચે છે તો લોકોને સમજણ આવે છે. હિન્દુસ્તાન વિવિધતાઓનો દેશ છે. દેશના દરેક નિર્ણયથી કોઈને કોઈને પરેશાની થાય છે પણ આપણે વધારે લોકોનો ફાયદો જોઈને નિર્ણય કરીએ છીએ- પીએમ મોદી

  - કોઈપણ કિસાન સંગઠને નાના ખેડૂતો માટે પૈસાની માંગણી કરી ન હતી પણ અમે પીએમ કિસાન નિધિની શરૂઆત કરી હતી- પીએમ મોદી

  - અમે એ માનતા હતા કે હિન્દુસ્તાનની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ જેણે છે દશક સુધી એકચક્રી શાસન કર્યું. તેની હાલત એવી થઈ ગઈ છે કે પાર્ટીનું રાજ્યસભામાં અને લોકસભામાં વલણ અલગ-અલગ રહે છે.

  - હું આશ્ચર્યચકિત છું કે પ્રથમ વખત એવો તર્ક સદનમાં આવ્યો છે કે મેં માગ્યું નથી તો આપ્યું કેમ, લેવું ના લેવું તમારી મરજી છે-

  - કોંગ્રેસે સદનમાં વોકઆઉટ કર્યું

  - જૂના એપીએમસી પર કોઈ પ્રતિબંધ નથી, આ બજેટમાં એપીએમસીને આધુનિક બનાવવાને લઈને વધારે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે - પીએમ મોદી

  - આંદોલનકારી આવું કરતા નથી, આંદોલનજીવી આવું કરે છે કે આમ થયું તો તેમ થશે- પીએમ મોદી

  - પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ નવો કાયદો કોઈના માટે બંધન નથી પણ વિકલ્પ છે, જ્યા વિકલ્પ હોય ત્યાં વિરોધની જરૂરત જ નથી

  -બધુ પહેલા જેવું જ છે, ખેડૂતો માટે એક વધારાની વ્યવસ્થા મળી છે, જ્યાં યોગ્ય વ્યવસ્થા લાગે તે ત્યાં જઈ શકે છે- પીએમ મોદી

  -પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓર્ડિનેન્સ દ્વારા ત્રણ કાનૂન લાગુ કરવામાં આવ્યા છે. કાનૂન લાગુ થયા પછી દેશમાં ના કોઈ એમએમસી બંધ થઈ છે ના મંડી. કાનૂન બન્યા પછી એમએસપીની ખરીદી પણ વધી છે

  - પીએમ મોદીએ કહ્યું - દેશના 130 કરોડ લોકોને આપણે બચાવીને રાખ્યા છે.

  - પીએમ મોદીએ કહ્યું - ભારત જેટલો આત્મનિર્ભર બનશે વિશ્વના કલ્યાણના માટે ઘણી મોટી ભૂમિકા અદા કરી શકશે.

  - પીએમ મોદીએ કહ્યું - કોરોના પછી પણ દુનિયાના સંબંધોમાં ફેરફાર આવશે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણે પોતાને ક્યાં જોઈએ છીએ. આવી પરિસ્થિતિમાં ભારત વિશ્વથી કપાઇને રહી શકે નહીં.

  -પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સદનમાં ચર્ચામાં ભાગ લેનાર દરેક સભ્યનો ધન્યવાદ કરું છું, ખાસ કરીને મહિલા સભ્યોનો જેમની વાતોમાં વિચારોની ધાર હતી. જેણે તેમણે સદનને સમૃદ્ધ કર્યું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ramnath kovind, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, લોકસભા

  આગામી સમાચાર