કેવડિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ગુજરાતના કેવડિયામાં મિશન લાઇફ અભિયાનની શરૂઆત કરી હતી. આ તકે વડાપ્રધાન મોદીએ જીવનનો મંત્ર સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીવન મંત્ર દરેક નાની ક્રિયાના મહત્વ પર આધારિત છે.
તાપમાનને 24 ડિગ્રી પર રાખવું અને વીજળીનો વપરાશ ઘટાડવો
તેમણે સમજાવ્યું કે, ઉદાહરણ તરીકે કેટલાક લોકો એસી તાપમાનને 17 અથવા 18 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે. જે પર્યાવરણ પર નકારાત્મક અસર પેદા કરે છે. એર કંડીશનર (AC) તાપમાનને 18 ડિગ્રી પર રાખવા અને પછી બ્લેન્કેટ ઓઢવાના બદલે એસી તાપમાનને 24 ડિગ્રી પર રાખવું અને વીજળીનો વપરાશ ઘટાડવો વધુ સારું છે.
વડાપ્રધાન મોદીએ જીમમાં જનાર લોકોને પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કાર થકી જીમમાં જવા કરતાં વધુ સારું એ છે કે વ્યક્તિ જ્યાં જવું હોય ત્યાં ચાલીને જઈ શકે છે. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઇંધણ અને ઊર્જાની પણ બચત થશે.
ભારતની આગેવાની હેઠળનું વૈશ્વિક જન આંદોલન
કેવડીયા ખાતેને કાર્યક્રમ બાબતે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ જણાવ્યું હતું કે, મોદી દ્વારા કલ્પિત, મિશન લાઇફે ભારતની આગેવાની હેઠળનું વૈશ્વિક જન આંદોલન હોવાની આશા છે, તે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે વ્યક્તિગત અને સામૂહિક કવાયતને વેગ આપશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનની અસર અભૂતપૂર્વ છે. ગ્લેશિયર ઓગળી રહ્યા છે, દરિયાની સપાટી વધી રહી છે અને અન્ય અસરો આ ગ્રહ પર રહેતા તમામ લોકોને દેખાઈ રહી છે.
મોદીએ એમ પણ કહ્યું હતું કે મિશન લાઈફ પી3 વિશ્વ માટેના વિચારને મજબૂત કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ મિશન આ પૃથ્વી પરના તમામ લોકોને એક સમાન ધ્યેય ગ્રહના સારા અને સુધારણા માટે જીવવાનું લક્ષ્ય માટે એકઠા કરવાની કલ્પના કરે છે.
વિશ્વના નેતાઓ સીઓપી-27 બેઠક
આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયામાં વિશ્વના નેતાઓ સીઓપી-27 બેઠક માટે ઇજિપ્તમાં એકઠા થશે, જે પેરિસ ક્લાઇમેટ ડીલના તમામ પાસાઓ પર કાર્યવાહીમાં વિશ્વાસની પુષ્ટિ કરવાની મહત્વપૂર્ણ રાજકીય તક હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વધુ પડતા વપરાશને કારણે આબોહવાની કટોકટી, જૈવ વિવિધતાનું નુકસાન અને પૃથ્વી માટે પ્રદૂષણમાં ત્રણ ગણો વધારો થયો છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર