Home /News /national-international /

PM Modi in Himachal: 11,000 કરોડના પ્રોજેક્ટથી હિમાચલમાં રોજગારીની તકો વધશે, વાંચો PM મોદીના ભાષણની 10 મહત્વની વાતો

PM Modi in Himachal: 11,000 કરોડના પ્રોજેક્ટથી હિમાચલમાં રોજગારીની તકો વધશે, વાંચો PM મોદીના ભાષણની 10 મહત્વની વાતો

મંડી રેલીમાં પીએમ મોદીએ જયરામ સરકારના વખાણ કરવાની સાથે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું.

PM Narendra Modi in Mandi: હિમાચલના મંડીમાં રાજ્યની જયરામ સરકારના (Jayram goverment) ચાર વર્ષ પૂરા થવા પર આયોજિત રેલીમાં મોટા પાયે ભીડ ઉમટી હતી. આ દરમ્યાન PM મોદીએ ડબલ એન્જિનની સરકારના ફાયદા ગણાવ્યા, તો વિપક્ષ પર નિશાન સાધ્યું.

    PM Modi in HP Highlights: હિમાચલના (Himachal) મંડીમાં (Mandi) રાજ્યની જયરામ સરકારના ચાર વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયોજિત રેલીમાં (PM Modi Mandi Rally) મોટા પાયે ભીડ ઉમટી હતી. આ દરમ્યાન તેમણે ડબલ એન્જિનની સરકારના ફાયદા ગણાવ્યા, તો વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તો તેઓ મંડીની બે જાણીતી ડીશ સેપુ વડી અને બદાણાના મીઠા (મંડીયાલી ધામ મીઠાઈ)ની ચર્ચા કરવાનું (PM Modi on Himachal dish) પણ ન ભૂલ્યા.

    પીએમએ કહ્યું કે આ ચાર વર્ષમાં હિમાચલમાં (PM Modi speech in Mandi) તેજીથી પ્રગતિ થઈ છે. જયરામ અને તેમની ટીમે હિમાચલને આગળ લઈ જવા માટે કોઈ કસર છોડી નથી. આ ચાર વર્ષમાં હિમાચલને એઈમ્સ મળી, તો ચાર નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે અહીં વિકાસના બે મોડલ છે. એક સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર કામ કરે છે. જ્યારે અન્ય પોતાના સ્વાર્થ, કુટુંબના સ્વાર્થ પર કામ કરે છે. હિમાચલ સરકારે પ્રથમ મોડલ પર કામ કરીને રાજ્યને આગળ વધાર્યું છે.

    જાણો પીએમ મોદીના ભાષણની ખાસ વાતો

    1. હિમાચલ પ્રદેશના મંડીમાં પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જિનની સરકારે 4 વર્ષ પૂરા કર્યા છે. આ ભીડ કહી રહી છે કે તમે 4 વર્ષમાં હિમાચલને ઝડપી ગતિથી આગળ વધતાં જોયું. આપણે 4 વર્ષમાં કોરોના સામે જોરદાર લડત આપી છે, હિમાચલને પહેલી AIIMS મળી, 4 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

    2. પીએમએ કહ્યું કે, 11,000 કરોડ રૂપિયાના ખર્ચે 4 મોટા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આનાથી હિમાચલની આવકમાં વધારો થશે અને રોજગારીની તકો પણ વધશે, અહીં ઉત્પન્ન થતી વીજળીથી દર વર્ષે લગભગ સવા સો કરોડ રૂપિયાની આવક થશે.

    3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્લાસ્ટિકથી પહાડોને થતા નુકસાન અંગે સરકાર સતર્ક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે દેશવ્યાપી અભિયાનની સાથે સાથે સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહી છે.

    4. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ થવાથી તેમને ભણવા અને પોતાનું ભવિષ્ય બનાવવાનો સમય મળશે. આની વચ્ચે તમે એક બીજું મોડલ પણ જોઈ રહ્યા હશો જે પોતાનો સ્વાર્થ જુએ છે, જે રાજ્યોમાં તેઓ સરકાર ચલાવી રહ્યા છે તેમાં પ્રાથમિકતા ગરીબોના કલ્યાણની નહીં પરંતુ તેમના પોતાના કલ્યાણની છે.

    5. મોદીએ મંડી રેલીમાં કહ્યું કે એક વિચારધારા વિલંબની છે, બીજી વિચારધારા વિકાસની છે. વિલંબની વિચારધારા વાળાએ પહાડો પર રહેતા લોકોની ક્યારેય પરવા કરી નથી. આ લોકોએ હિમાચલના લોકોને દાયકાઓ સુધી રાહ જોવડાવી, જેના કારણે અટલ ટનલના કાર્યમાં પણ વિલંબ થયો.

    આ પણ વાંચો: લખનૌમાં ટૂંક સમયમાં શરુ થશે અત્યાધુનિક બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન, જુઓ તેની ખાસિયતો

    6. આ સાથે તેમણે કહ્યું કે હિમાચલના ખેડૂતોને અભિનંદન કે તેમણે કુદરતી ખેતીને પસંદ કરી. આ સાથે પીએમએ કહ્યું કે હું દેશભરના ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ હિમાચલના ખેડૂતોએ પસંદ કરેલા માર્ગ પર ચાલે.

    7. પીએમએ કહ્યું કે આપણી સરકારે ઇઝ ઓફ ડુઇંગ (Ease of Doing) બિઝનેસ મોડલ હેઠળ પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ક્લાયમેટ ફ્રેન્ડલી છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે ઊર્જાની જરૂરિયાત સાથે પર્યાવરણનું રક્ષણ પણ થાય.

    8. નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિમાચલ દેશનું સૌથી મહત્વપૂર્ણ ફાર્મા હબ છે. આ કારણે ભારતને આજે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન હિમાચલે માત્ર અન્ય રાજ્યોને જ નહીં પરંતુ તેની સાથે અન્ય દેશોને પણ મદદ કરી છે.

    આ પણ વાંચો: ‘મૈં ખાખી હૂં’: પોલિસ દળને સલામી આપતી IPS ઓફિસરે લખેલી કવિતા ફરી વાયરલ, જુઓ video clip

    9. પીએમ મોદીએ મંચ પર પહાડી ભાષામાં કહ્યું કે, ‘મને દેવભૂમિમાં આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. દેવભૂમિના બધા દેવી-દેવતાઓને મારું નમન. જ્યારે હું મંડી આવું છું, તો મને બદાણાની મીઠાઈ અને સેપુ વડીની યાદ આવી જાય છે.’ તમને જણાવી દઈએ કે સેપુ વડી અને બદાણાની મીઠાઈ સ્થાનિક વાનગી છે, જે ખાસ કરીને લગ્નમાં બનાવવામાં આવે છે.

    10. આ સાથે પીએમએ કહ્યું કે, હિમાચલમાં પર્યટન અને તીર્થયાત્રા જોડાઈ રહ્યા છે, કારણ કે તે શિવ અને શક્તિનું સ્થાન છે. હિમાચલમાં ત્રણ કૈલાસ છે અને બૌદ્ધ આસ્થાનું આ મુખ્ય સ્થળ છે. ડબલ એન્જિનની સરકાર હિમાચલની તાકાતને આગળ વધારી રહી છે અને મંડીમાં શિવધામ આ જ શક્તિનું પરિણામ છે. તેમણે રાજ્યની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Himachal News, Mandi, PM Modi Live, PM Modi speech, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन