ગાઝિયાબાદમાં બોલ્યા PM મોદી- દેશની સુરક્ષામાં CISFની ભૂમિકા અગત્યની

સીઆઈએસએફના કાર્યક્રમમાં વડાપવ્રધાન મોદી

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્વતંત્ર ભારતના સ્વપ્નો સિદ્ધ કરવા માટે સીઆઈએસએફ મહત્ત્વપૂર્ણ પાંખ છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદી ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ સ્થિત કેન્દ્ર ઑદ્યોગિક સુરક્ષત્રા બળ સીઆઈએસએફના 50માં સ્થાપના દિવસ પર યોજાયેલા સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સીઆઈએસએફના પથ સંચલનની સલામી લીધી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના સ્વપ્નો સાકાર કરવામાં સીઆઈએસફ મહત્ત્વપૂર્ણ પાંખ રહી છે. સતત 50 વર્ષ સુધી હજારો લોકોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરવામાં આવ્યો છે, ત્યારે આ સંગઠન તૈયાર થયું છે.

  સીઆઈએસએફની 5મી બટાલિયન કેમ્પમાં જવાનોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે જે સંસ્થામાં 30 લાખ લોકોનું આવનજાવન હોય તેને સુરક્ષા પુરી પાડવી, જ્યાં ચહેરા અલગ અલગ હોય, દરેકનો વ્યવહાર જુદો જુદો હોય આ કામ વીઆઈપીને સુરક્ષા પ્રદાન કરવાથી ઓછું નથી.

  આ પણ વાંચો: ચૂંટણી પંચ આજે કરી શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

  પીએમ મોદીએ કહ્યું દેશમાં નહીં વિદેશમાં પણ માનવતા પર સંકટ આવ્યું ત્યારે સીઆઈએસફે સુપેરે જવાબદારી નિભાવી છે. આપદાની સ્થિતિમાં પણ તમારું યોગદાન અગત્યનું રહ્યું છે. કેરળમાં આવેલા વિનાશક પુરથી લઈને એરપોર્ટ અને મેટ્રોની સુરક્ષા સુધી તમારું યોગદાન ખૂબ જ અગત્યનું છે.

  આ પણ વાંચો: કેજરીવાલે કોંગ્રેસને ગણાવી અહંકારી, કહ્યું- દિલ્હીમાં જપ્ત થશે તેમની જમાનત

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ઇન્દિરાપુરમમાં આવેલા સીઆઈએસએફના 5 બટાલિયન કેમ્પમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાને આ સમારોહમાં સીઆઈએસફના અધિકારી સુધીર કુમાર જિતેન્દ્ર સિંહ નેગી અને ઇન્સપેક્ટર એસ. મુત્થુસ્વામી અને જવાન આર સૂર્યાનું ઉતકૃષ્ઠ સેવાઓ આપવા બદલ સન્માન કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published: