Home /News /national-international /પીએમ મોદી G20 શિખર સમ્મેલન સ્થળે પહોંચ્યા, જો બાઇડન અને એમ્યુનલ મેક્રોન સાથે કરી મુલાકાત

પીએમ મોદી G20 શિખર સમ્મેલન સ્થળે પહોંચ્યા, જો બાઇડન અને એમ્યુનલ મેક્રોન સાથે કરી મુલાકાત

G-20 સમિટની બેઠક શરું થતાં પહેલા પીએમ મોદી દુનિયાના ટોચના નેતાઓને મળ્યા.

PM modi in G20 Summit: ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાઈ રહેલી જી-20 સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી સોમવારે સાંજે જ પહોંચી ગયા હતા. આજે સવારે ભારતીય સમય મુજબ 7 વાગ્યે બેઠકનો પ્રારંભ થયો છે. આ સમિટ શરું થતાં પહેલા પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડન અને ફ્રાંસના પ્રેસિડેન્ડ એમ્યુનલ મેક્રોને મળ્યા હતા.

વધુ જુઓ ...
    બાલીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષિય બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે બાલી પહોંચ્યા હતા. આજે મંગળવારથી બે દિવસિય જી-20 શિખર સમ્મેલન શરું થઈ રહ્યું છે. આ સમ્મેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડન અને બ્રિટનના વડાપ્રદાન ઋષિ સુનક સહિત દુનિયાના 20 મુખ્ય અર્થવ્યવસ્થા ધરાવતા દેશના વડાઓ સામેલ થશે. વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું હતું કે તેઓ બાલીમાં જી20 સમૂહના નેતાઓ સાથે વૈશ્વિક આર્થિક સમૃદ્ધિમાં નવા પ્રમાણ ફૂંકવા, દરેક વ્યક્તિ માટે ખોરાક અને ઊર્જાની સુરક્ષાને સુનિશ્ચિત કરવી જેવા પડકારો અંગે ચર્ચા કરશે.

    વડાપ્રધાન મોદી આજથી શરું થતાં જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે સોમવારે સાંજે જ ખાસ વિમાન દ્વારા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પોતાના ઉતારા તરફ જતાં પહેલા ઇન્ડોનેશિયામાં રહેલા ભારતીય મૂળના સમૂદાયને મળીને તેમનું અભિવાદન ઝિલ્યું હતું.


    આજે પીએમ મોદી અનેક કાર્યક્રમમાં ભાગ લેશે


    ભારતીય સમય અનુસાર, PM મોદી સવારે 7:00 વાગ્યે કાર્ય સત્ર 1 માં હાજરી આપશે જે ખોરાક અને ઊર્જા સુરક્ષા પર આધારિત હશે. આ પછી સવારે 10 વાગ્યે નેતાઓના લંચ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર કાર્યક્રમ છે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે તેઓ પ્રાઇમ પ્લાઝા, હોટેલ સનુર પહોંચશે, જ્યાં એક સામુદાયિક કાર્યક્રમ છે. આ પછી પીએમ મોદી સાંજે 4:30 વાગ્યે વેલકમ ડિનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ - ગરુડ વિષ્ણુ કેંકાના સાંસ્કૃતિક પાર્કમાં હાજરી આપશે.


    શું શી જિનપિંગ સાથે દ્વિપક્ષિય બેઠક યોજાશે?


    પીએમ મોદી જી-20 સમ્મેલનમાં અનેક નેતાઓ સાથે અલગ અલગ દ્વિપક્ષીય બેઠકો યોજશે. જોકે એ સ્પષ્ટ નથી કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે કે નહીં. જો શી જિનપિંગ સાથે મુલાકાત યોજાશે તો તે જૂન 2020માં ગલવાન વેલીની ઘટના બાદ પહેલીવાર બંને દેશના વડા વચ્ચે બેઠક રહેશે. અહીં નોંધવું રહ્યું કે સપ્ટેમ્બરમાં ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સમ્મેલનમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોજાઈ નહોતી.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: G 20 summit, Indonesia, Joe biden, Narnedra Modi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन