PM Modi in Bangladesh: વડાપ્રધાને જેશોરેશ્વરી કાલી મંદિર ખાતે કરી પૂજા-અર્ચના, બંગબંધુની મજાર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી

PM Modi in Bangladesh: વડાપ્રધાને જેશોરેશ્વરી કાલી મંદિર ખાતે કરી પૂજા-અર્ચના, બંગબંધુની મજાર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી
બાંગ્લાદેશ મુલાકાતનો બીજો દિવસ

PM Modi in Bangladesh: બંને દેશના સંબંધો અને હાલ ચાલી રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની બાંગ્લાદેશ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.

  • Share this:
    ઢાકા: વડાપ્રધાન મોદી (PM Modi) બે દિવસના પ્રવાસે શુક્રવારે પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ (Bangladesh) પહોંચ્યા છે. શુક્રવારે તેઓ ઢાકા (Dhaka) પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા જેશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali temple) પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે જેશોરેશ્વરી કાલી મંદિરને 51 શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. આ જગ્યાએ પીએમ મોદીએ મીડિયાને સંબોધન કરતા મંદિર ખાતે એક કોમ્યુનિટી હૉલ બનાવાની જાહેરાત કરી હતી. કાલી મંદિર બાદ પીએમ મોદી બંગબંધુ મુજીબુર રહમાન (Mausoleum of Bangabandhu Sheikh Mujibur Rahman)ના સમાધી સ્થળે પહોંચ્યા હતા. રહમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. 15 ઓગસ્ટ, 1975ના તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે.

    પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "મેં મંદિરમાં પ્રાર્થના કરી છે. માતા કાલી દુનિયાને કોરોના સંક્ટમાંથી મુક્તિ અપાવે. મેં સાભળ્યું છે કે નવરાત્રી દરમિયાન અહીં સરહદ પારથી લોકો આવે છે. મને અહીં એક ઇમરજન્સી હોલની જરૂરિયાત લાગી રહી છે. આ હોલ કોઈ આપદાની સ્થિતિમાં પણ કામ આવી શકે છે. ભારત સરકાર તરફથી આ હોલનું નિર્માણ થશે."



    પીએમ મોદી બાંગ્લાદેશ પ્રવાસ:

    >> વડાપ્રધાન મોદીએ તુંગીપારામાં બંગબંધુ શેખ મુજીબુર રહમાનની સમાધિ પરિસર ખાતે પૌધારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના પણ હાજર હતા. પીએમ પહેલા એવા વડાપ્રધાન છે જેમણે આ સ્થળની મુલાકાત લીધી છે.

    >> વડાપ્રધાન મુજીબુર રહેમાનના સમાધી સ્થળે પહોંચ્યાં ત્યારે શેખ હસીનાઓ તેમનું સ્વાગત કર્યું હતું.

    >> પીએમ મોદીએ કાલી માતા મંદિર ખાતે કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરી. આનો ઉપયોગ વાર્ષિક પૂજા વખતે અને મેળા વખતે ભક્તો દ્વારા કરવામાં આવશે.

    >> પીએમ મોદીએ કાલી માતા મંદિર ખાતે જણાવ્યું કે, "વસુધૈવ કુટુંબકમ અમારી વિરાસત છે. સમગ્ર માનવકલ્યાણ માટે પ્રાર્થના કરીએ છીએ. આખા દેશનું કલ્યાણ, માનવજાતના કલ્યાણની પ્રાર્થના કરું છું."
    Published by:Vinod Zankhaliya
    First published:March 27, 2021, 12:37 pm

    ટૉપ ન્યૂઝ