અયોધ્યામાં PM મોદીએ કહ્યુ- લોકોનો પ્રેમ જોઈ વિરોધીઓનું બ્લડ પ્રેશર વધી જાય છે

અયોધ્યામાં મોદીનો વાર- માયાવતીએ બાબા સાહેબના નામનો કર્યો ઉપયોગ

News18 Gujarati
Updated: May 1, 2019, 4:26 PM IST
અયોધ્યામાં PM મોદીએ કહ્યુ- લોકોનો પ્રેમ જોઈ વિરોધીઓનું બ્લડ પ્રેશર વધી જાય છે
અયોધ્યામાં મોદીનો વાર- માયાવતીએ બાબા સાહેબના નામનો કર્યો ઉપયોગ
News18 Gujarati
Updated: May 1, 2019, 4:26 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં જાહેરસભાને સંબોધિત કરતાં કહ્યું કે આ વખતે પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનશે. આ દરમિયાન તેઓએ બસપા-સપા ગઠબંન પર જોરદાર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે તમે એટલો પ્રેમ દર્શાવો છો કે સપા-બસપાનું બીપી વધી જાય છે. લોહિયાની વાત કરનારા લોકોએ શ્રમિકો વિશે ચિંતા નથી. વડાપ્રધાને માયાવતી પર હુમલો કરતાં કહ્યું કે, બસપા સુપ્રીમોએ બાબા સાહેબના નામનો ઉપયોગ કર્યો છે.

પીએમ મોદીએ આંબેડકરનગરની સભામાં કહ્યું કે, પહેલીવાર દેશમાં કોઈ સરકારે ગરીબો અને શ્રમિકો વિશે વિચાર્યું છે. મારે દેશના 40 કરોડથી વધુ શ્રમિક ભાઈ-બહેનોની વિપક્ષી પાર્ટીઓને કોઈ ચિંતા નથી. શ્રમિકોને વોટ બેંકમાં વહેંચીને આ લોકોએ પોતાનો અને પોતાના પરિવારોને ફાયદો કરાવ્યો. કોઈ ગરીબ પોતાના બાળકને ગરીબ નથી જોવા માંગતા. કોઈ ચાવાળો એવું નથી વિચારતો કે તેનું બાળક મોટું થઈને ચાવાળો બને. ગરીબ અને મજૂર આગળ વધવા માંગે છે.

અયોધ્યામાં આવીને વડાપ્રધાને કહ્યું કે, આ મર્યાદા પુરુષોત્તમ રામની ધરતી છે. દેશના સ્વાભિમાનની ધરતી છે. દેશમાં આ જ સ્વાભિમાન છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે. અમે દેશના 130 કરોડ લોકોની ભુજાઓને સાથે લઈને ચાલ્યા છીએ. હવે આ જ ભુજાઓના સામર્થ્ય પર અમે નવા ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
Loading...


First published: May 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...