Home /News /national-international /આસામના મૂળ નિવાસીઓને PM મોદીની મોટી ભેટ, કહ્યુ- તમારી મોટી ચિંતા દૂર થઈ

આસામના મૂળ નિવાસીઓને PM મોદીની મોટી ભેટ, કહ્યુ- તમારી મોટી ચિંતા દૂર થઈ

પીએમ મોદી.

PM Modi in Assam: PM મોદીએ શનિવારે આસામના શિવસાગર જિલ્લા સ્થિત જેરંગા પઠારમાં રહેતા જમીન વગરના મૂળ નિવાસીઓ માટે ભૂમિ પટ્ટાના વિતરણ અભિયાનની શરૂઆત કરાવી.

  શિવસાગર: વડાપ્રધાન મોદીએ શનિવારે આસામ (PM Modi in Assam)ના શિવસાગર જિલ્લા સ્થિત જેરંગા પઠારમાં રહેતા જમીન વગરના મૂળ નિવાસીઓ માટે ભૂમિ પટ્ટાના વિતરણ ( Land Allotment Certificates) અભિયાનની શરૂઆત કરાવી છે. તેમણે 10 લાભાર્થીઓને સર્ટિફિકેટ આપીને અભિયાનની શરૂઆત કરી હતી. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ (Chief Minister Sarbananda Sonowal) અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma)એ પણ આ પ્રસંગે હાજર લોકોને સંબોધન કર્યું હતું.

  આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ કે, ગત વર્ષોમાં મને આસામના અલગ અલગ વિસ્તારોમાં જવાનો અને વિકાસના કામ કરવાનો મોકો મળ્યો છે. હું તમારી ખુશીમાં શામેલ થવા માટે આવ્યો છું. આસામમાં અમારી સરકારે તમારી અનેક ચિંતા દૂર કરવા માટે કામ કર્યું છે. એક લાખથી વધારે મૂળ નિવાસી પરિવારોને ભૂમિના માલિકીનો અધિકાર મળવાથી તમારા જીવનની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે.

  આ પણ વાંચો: ભારતે રસી મોકલ્યા બાદ બ્રાઝીલે ભારતની સરખામણી સંજીવની લઈ જતા હનુમાન સાથે કરી

  પીએમ મોદીએ કહ્યુ કે, આજે જ દેશ સૌથી પ્રિય નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી મનાવી રહ્યો છે. સરકારે નક્કી કર્યું છે કે આ દિવસની ઉજવણી 'પરાક્રમ દિવસ' તરીકે કરવામાં આવશે. આજે પરાક્રમ દિવસે આખા દેશમાં અનેક કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. એક રીતે આજનો દિવસ આશાઓ પૂર્ણ થવાની સાથે આપણા રાષ્ટ્રીય સંકલ્પો માટે પ્રેરણા લેવાનો મોકો છે.

  પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "આપણે તમામ એક એવી સંસ્કૃતિના વાહક છીએ જેમાં આપણી જમીન આપણા માટે માતાનું રૂપ છે. આસામના જ મહાન સંતાન ભારત રત્ન ભૂપેન હજારિકાએ કહ્યુ હતુ કે ધરતી માતા મને તમારા ચરણમાં જગ્યા આપો, તમારા વગર ખેતી કરનાર લોકો શું કરશે, માટી વગર તે અસહાયત બની જશે."

  આ પણ વાંચો:  દેશમાં 24 કલાકમાં 15 રાજ્ય-UTમાં એક પણ મોત નહીં, ફક્ત બે રાજ્યમાં 10થી વધુ મોત

  પીએમ મોદીએ કહ્યુ કે, એ વાત ખરેખર દુઃખદ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ લાખો પરિવાર એવા છે જેમને કોઈને કોઈ કારણે કાયદાકીય અધિકારો નથી મળી શક્યા. આથી જ આદિવાસી વિસ્તારોમાં એક મોટી જનસંખ્યા ભૂમિહીન રહી છે, જેનાથી તેમની જીવાનનિર્વાહ પર સંકટ ઊભું થયું છે. અમારી સરકાર બની ત્યારે છ લાખ મૂળ નિવાસી પરિવાર એવા હતા જેમની પાસે જમીનના કાગળ ન હતા. પહેલાની સરકારોએ આ અંગે કોઈ ચિંતા કરી ન હતી. પરંતુ વર્તમાન સરકારે આ સમસ્યા પર ગંભીર થઈને કામ કર્યું છે.

  આ પણ વાંચો: ઘરમાં બકરી ઘૂસી જવા પર બે જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત
  " isDesktop="true" id="1066259" >

  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, જમીનનો અધિકાર મળવાથી લાખો લોકોનો જીવન સ્તર સારું થશે. આ સાથે જ પીએમ સમ્માન નિધિથી આ ખેડૂતોને હવે સીધી જ તેમના ખાતામાં મદદ મોકલી શકાશે. લોકોને બીજી યોજનાઓનો પણ લાભ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Kolkata, Tribals, West bengal, આસામ, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन