ભારતમાં વિદેશી રોકાણ વધારવા રણનીતિ ઉપર PM મોદીએ કરી બેઠક, ચીની કંપનીઓ આવવા તૈયાર

ભારતમાં વિદેશી રોકાણ વધારવા રણનીતિ ઉપર PM મોદીએ કરી બેઠક, ચીની કંપનીઓ આવવા તૈયાર
બેઠકની તસવીર

ગુરુવારે થયેલી બેઠકમાં વિદેશી રોકાણની સાથે સ્થાનિક સ્તર ઉપર રોકાણને પ્રોત્સાહન આપવાની પણ રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના કારણે લોકડાઉન (Lockdown) લાગ્યું છે. જેની અસર વેપાર ઉદ્યોગ ઉપર પડી રહી છે. આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને સંભાળવા અને વિદેશી રોકાણ (Investment)ને વધારવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. ચીનીની કંપનીઓ (Chinese companies) પણ ભારતમાં આવવા માટે ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra Modi)એ ગુરુવારે મહત્વની બેઠક કરી હતી. જેમાં ભારતમાં રોકાણની સંભાવનાઓને પ્રત્સાહન આપવા માટેની રણનીતિઓ ઉપર ચર્ચા કરી હતી.

  ગુરુવારે થયેલી બેઠકમાં વિદેશી રોકાણની સાથે સ્થાનિક સ્તર ઉપર રોકાણને પ્રોત્સાહન આપવાની પણ રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી. જેથી ભારતીય અર્થવ્યવસ્થાને કોવિડ-19 મહામારીના કારણે થયેલી ક્ષતિમાંથી બહાર કાઢી શકાય. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.  બેઠકમાં એક નીતિ બનાવવા ઉપર વિચાર થયો હતો. જેનાથી દેશમાં હાજર ઔદ્યોગિક ભૂમિ, પ્લોટ, એસ્ટેટમાં બુનિયાદી માળખાને વધારે પ્રોત્સાહન આપવામાં આવે. એ પણ નક્કી કરવામાં આવ્યું કે જરૂરી આર્થિક મદદ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે રોકાણકારો માટે વધારે સ્ક્રિય દ્રષ્ટીકોણ સાથે તેમની સમસ્યાઓને દૂર કરીને કેન્દ્ર અને રાજ્યો તરફથી તેમને જરૂરી મંજૂરી સમયબદ્ધ રીતે આપવા માટે મદદ કરવી જોઈએ. જેનાથી દેશમાં રોકાણ કરવા આવનારી કંપનીઓને ફાયદો થશે અને વહેલી તકે કામ કરવામાં મદદ મળશે.

  બેઠકમાં ભારતમાં રોકાણ લાવવા અને ભારતીય ઘરેલૂ વિસ્તારોમાં ફાસ્ટ ટ્રેક મોડને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રણનીતિઓ ઉપર ચર્ચા કરી હતી. પોતાની રણનીતિઓને વિકસિત કરવા અને રોકાણને આકર્ષિક કરવા માટે વધારે સક્રિય થવા માટે માર્ગદર્શક રાજ્યો ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

  બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે વિવિધ મંત્રાલયો દ્વારા કરવામાં આવેલી સુધારાની પહેલને સતત ચાલું રાખવી જોઈએ. રોકાણ અને ઔદ્યોગિક વિકારને વધારો આપવા માટે અડચણોને દૂર કરવા માટે સમયબદ્ધ રીતે કાર્યવાહી કરવી જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:April 30, 2020, 18:30 pm