Home /News /national-international /PM મોદીએ ઓડિશામાં આપ્યો 2019માં જીતવાનો સંકેત, નવીન પટનાયક પર સાધ્યું નિશાન

PM મોદીએ ઓડિશામાં આપ્યો 2019માં જીતવાનો સંકેત, નવીન પટનાયક પર સાધ્યું નિશાન

મોદીએ કહ્યું કે, ખાતરના કારખાનામાં 36 મહિના બાદ ઉત્પાદન શરૂ થઈ જશે અને વિશ્વાસ અપાવું છું કે, આનું ઉદ્ધાટન કરવા પણ હું જ આવીશ.

મોદીએ કહ્યું કે, ખાતરના કારખાનામાં 36 મહિના બાદ ઉત્પાદન શરૂ થઈ જશે અને વિશ્વાસ અપાવું છું કે, આનું ઉદ્ધાટન કરવા પણ હું જ આવીશ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનીવારે ઓડિશા પહોંચ્યા અને રાજ્યને કેટલીએ ગીફ્ટ આપી. તાલચેર ફર્ટિલાઈઝર્સ પ્લાંટની ઈંટ રાખ્યા બાદ તેમણે રેલીને સંબોધિત કરી. પીએમએ પોતાના સંબોધનમાં 2019ની લોકસભા ચૂંટણીની લડાઈની તસવીર ખેંચીને ઈશારામાં પોતાની જીતનો દાવો પણ કર્યો. મોદીએ કહ્યું કે, ખાતરના કારખાનામાં 36 મહિના બાદ ઉત્પાદન શરૂ થઈ જશે અને વિશ્વાસ અપાવું છું કે, આનું ઉદ્ધાટન કરવા પણ હું જ આવીશ. રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નવીન પટનાયક પર પણ નિશાન સાધ્યું હતું.

    સામાન્ય રીતે પીએમ મોદીના ભાષણમાં કોંગ્રેસ નિશાના પર હોય છે, પરંતુ આ વખતે પીએમએ કોંગ્રેસ પર કોઈ વાર ન કર્યો. તે નવીન પટનાયક પર હાવી રહ્યા હતા. આવું કરીને એક રીતે મોદીએ એવો પણ સંદેશ આપવાની કોશિસ કરી કે, 2019માં વિપક્ષી એકતા હોવા છતાં તેમની સરકારની વાપસી થશે.

    પ્રધાનમંત્રી મોદીએ શનિવારે કહ્યું કે, તાલચેર ફર્ટિલાઈઝર્સ પ્લાંટમાં ફરીથી જીવ ફૂંકવા માટે 13000 કરોડ રૂપિયાની પરિયોજનામાં પહેલી વખત કોલસાને ગેસમાં ફેરવીને ઈંધણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે અને આનાથી નીમ-લેપિત યૂરિયાનું ઉત્પાદન થશે. મોદીએ કહ્યું કે, આ યોજના હેઠળ 36 મહિનામાં ઉત્પાદન શરૂ થશે. આ યોજનાથી પ્રાકૃતિક ગેસ અને ઉર્વરકના આયાતમાં ઘટાડો અને ભારતને આત્મ નિર્ભર બનવામાં થોડી મદદ મળશે.

    યોજનાની શરૂઆત માટે આયોજિત સમારોહમાં મોદીએ કહ્યું કે, અમારો ઈરાદો ભારતને વૃદ્ધિની નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો છે. તેમણે કહ્યું કે, તાલચેર ફર્ટિલાઈઝર્સ પ્લાંટ જેવી પરિયોજનાઓ ભારતના વિકાસ ગાથા માટે નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, આ સંયંત્રમાં નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ થશે.

    મોદીએ કહ્યું કે, પ્લાંટમાં કામના શરૂઆતથી તે સપનાઓને સાકાર કરવામાં આવશે, જેને બહુ પહેલા જ પુરૂ કરવાની જરૂર હતી. આ યોજનાથી 12.7 લાખ ટન નીપ-લેપિત યૂરિયાનું ઉત્પાદન થઈ શકશે. આમાં કોલ-ગ્રેસીફિકેશન તકનીકીનો ઉપયોગ કરવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કાળા હીરા કોલસાને ગેસમાં બદલવા માટે ભારતમાં પહેલા વખત કોલ-ગ્રેસીફિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી પ્રાકૃતિક ગેસ ઉર્વરકના આયાતમાં અછત લાવવા માટે મદદ મળશે. તેમણે કહ્યું કે, આ યોજનાથી લગભગ 4500 લોકો માટે રોજગાર પેદા થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Odisha, Return, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन