નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાફેલ ડીલને લઈને પીએમ મોદી પર ફરી નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ અંગ્રેજી વર્તમાનપત્ર ધ હિન્દુના કોટને ટાંકીને કહ્યુ કે પીએમ મોદી ફ્રાંસ સાથે સીધી ડીલ કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે પીએમ મોદી દેશની વાયુસેનાના હિતો સાથે બાંધછોડ કરી રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત જેસીપી (જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટિ) તપાસની માંગણી કરતા કહ્યું કે, રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં ખોટું બોલી રહ્યા હતા. રાહુલે કહ્ય, "હું તો કહું છું કે તમે રોબર્ટ વાડ્રા, ચિદમ્બરમની તપાસ કરાવો. તમે બધા લોકોને ન્યાયિક તપાસ હેઠળ લાવો પરંતુ રાફેલની તપાસ પણ થવી જોઈએ. રાફેલ પર પણ કંઈક બોલો. "
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, વડાપ્રધાન મોદી દેશની જનતાના 30 હજાર કરોડ લૂંટી ચુક્યા છે. રાહુલે ફરી એક વખત કહ્યું કે ચોકીદાર ચોર છે. રાહુલે કહ્યું કે, "પીએમ મોદીએ પોતે એરફોર્સના રૂ. 30 હજાર કરોડ લૂંટીને એક ખાનગી કંપનીને આપી દીધા હતા. અમે એક વર્ષથી આ મુદ્દો ઉછાળી રહ્યા છીએ. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જે પ્રમાણે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ સ્વીકાર કર્યો છે કે પીએમ મોદી સમયાંતરે આ મુદ્દે ફ્રાંસ સાથે ચર્ચા કરી રહ્યા હતા."
પૂર્વ રક્ષા મંત્રી મનોહર પારિકર સાથે મુલાકાત અંગે રાહુલ ગાંધીએ કહ્યુ કે, "તેમની મુલાકાત વ્યક્તિગત હતી. મુલાકાત દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને પરિવારના હાલચાલ પૂછવામાં આવ્યા હતા." તેમણે કહ્યુ રાફેલ અંગે મનોહર પારિકર સાથે કોઈ જ ચર્ચા નથી થઈ.
हमारे देश के वीर सैनिक, आप हमारे रक्षक हो|
आप देश के लिए अपनी जान तक देने को हमेशा तैयार रहते हो| आप गर्व हो हमारे|
आज सुबह 10:45 मेरी LIVE प्रेस वार्ता आप ज़रूर देखें|#PakdaGayaModi
આ પત્રકાર પરિષદ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "આપણા દેશના વીર સૈનિકો, તમે અમારા રક્ષક છો. તમે અમારા માટે તમારો જીવ આપવા પણ તૈયાર રહો છો. તમે અમારું ગૌરવ છો."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર