Home /News /national-international /Ukraine crisis: યુક્રેન સંકટ પર PM મોદીએ યોજી મહત્ત્વપૂર્ણ બેઠક, કહ્યું- ભારતીયોની વાપસી સરકારની પ્રથમ પ્રાથમિકતા

Ukraine crisis: યુક્રેન સંકટ પર PM મોદીએ યોજી મહત્ત્વપૂર્ણ બેઠક, કહ્યું- ભારતીયોની વાપસી સરકારની પ્રથમ પ્રાથમિકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા સંકટ પર મહત્ત્વપૂરણ બેઠક કરી (ફાઇલ ફોટો)

PM Modi chaired high level meeting on Ukraine Crisis: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે નવી દિલ્હીમાં યુક્રેન સંકટ પર બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીયોની સુરક્ષિત વાપસી પર ભાર મૂક્યો અને કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા નાગરિકોની વાપસી છે.

વધુ જુઓ ...
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે સાંજે યુક્રેન સંકટ (Ukraine Crisis) પર બીજી ઉચ્ચ સ્તરીય બેઠક (High Level Meeting) યોજી હતી. આ બેઠકમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકો (Indian Citizen)ની સુરક્ષિત પરત ફરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ, વીકે સિંહ ઉપરાંત ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

  આ બેઠક દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા સરકારની પ્રથમ પ્રાથમિકતા જણાવી હતી. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે યુક્રેન સરકારની અપીલ પર ભારત મેડિકલ અને અન્ય રાહત સામગ્રી કિવ મોકલશે અને માનવતાના ધોરણે આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.  આ પહેલા રવિવારે સાંજે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાને યુક્રેનના પડોશી દેશોમાં પહોંચ્યા બાદ ભારતીયોને સુરક્ષિત અને સરળતાથી બહાર કાઢવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવાની જવાબદારી આપી હતી. આ અંતર્ગત વી.કે.સિંઘ પોલેન્ડમાં, કિરણ રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં ભારતીય નાગરિકો સાથે સંકલન કરશે.

  આ પણ વાંચો- Corona New guideline: ગુજરાત સરકારે આપી મોટી રાહત, સામાજીક-ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા મર્યાદા હટી

  આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના મામલામાં જમીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. પરંતુ આ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ 1,396 નાગરિકોને યુક્રેનથી ભારતીય મિશન દ્વારા 6 ફ્લાઇટ્સ દ્વારા પાછા લાવવામાં આવ્યા છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian Students in Ukraine, PM Modi પીએમ મોદી, Pm narendra modis, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, Ukraine crisis, Ukraine news

  विज्ञापन
  विज्ञापन