નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે કેરળ (Kerala) અને તમિલનાડુ (Tamil Nadu)ના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસના પહેલા ચરણમાં ચેન્નઇ (Chennai) પહોંચેલા વડાપ્રધાન મોદીએ સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક (Arjun Battle Tank) ભારતીય સેના (Indian Army)ને સોંપી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિયોજનામાં ચેન્નઈ મેટ્રો પરિયોજના (Chennai Metro Project) અને કેરળમાં એક પેટ્રોકેમિલક પરિસરના શુભારંભ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને સ્વદેશી રૂપથી ડિઝાઇન અને નિર્મિત અર્જુન માર્ક 1A ટેન્કને સોંપવા પર ગર્વ છે. તમિલનાડુ પહેલાથી જ ભારતનું અગત્યનું ઓટોમોબાઇલનું પ્રોડક્શન હબ છે. હવે હું તમિલનાડુને ભારતની ટેન્ક નિર્માણ કેન્દ્ર તરીકે વિકસિત થતાં જોઇ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અર્જુન ટેન્ક દેશની ઉત્તરી સરહદો પર તૈનાત કરવામાં આવશે.
#WATCH | "No Indian can forget this day. Two years ago, the Pulwama attack happened. We pay homage to all the martyrs we lost in that attack. We are proud of our security forces. Their bravery will continue to inspire generations," says PM Narendra Modi in Chennai pic.twitter.com/qXCLKqrFke
પીએમ મોદીએ ચેન્નઇમાં આયોજિત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે, બે વર્ષ પહેલા આ જ દિવસે પુલવામા હુમલો થયો હતો. આપણે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓએ આ હુમલામાં શહીદ થયા હતા. આપણને દેશના સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની બહાદુરીથી અનેક પેઢીઓને પ્રેરણા મળતી રહેશે.
અર્જુન માર્ક 1A ટેન્કની ખાસિયતો
હાલમાં જ રક્ષા મંત્રાલયે 118 ઉન્નત અર્જુન માર્ક 1A ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. 8,400 કરોડ રૂપિયાની કિંમતવાળી આ ટેન્કને સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવી છે. આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણપણે DRDOએ કર્યું છે અને તે ભારતીય સેનાની દરેક જરૂરિયાતોને પૂરી કરવાનું છે. અર્જુન ટેન્કને DRDO કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્સીસમેન્ટ (Combat Vehicles Research & Development Establishment)માં ડિઝાઇન કરવામાં આવી છે.