Home /News /national-international /VIDEO: વાપીમાં રોડ શૉ દરમિયાન પીએમ મોદીએ એક બાળકીને જોઈ કાફલો રોક્યો, બાળકી થઈ ગઈ ગદગદ

VIDEO: વાપીમાં રોડ શૉ દરમિયાન પીએમ મોદીએ એક બાળકીને જોઈ કાફલો રોક્યો, બાળકી થઈ ગઈ ગદગદ

રોડ શોમાં પીએમ મોદીએ એક બાળકીને જોઈ રોડ શો અટકાવ્યો

ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાપીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી.

    વાપી: ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાપીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. પીએમ મોદીએ પોતાના રોડ શો દરમિયાન એક 13 વર્ષિય છોકરીને જોઈ, જે પ્રધાનમંત્રી માટે પોતે બનાવેલું ચિત્ર લઈ આવી રહી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ પોતાના સુરક્ષાકર્મીએ તેની પાસેથી એક ચિત્ર લાવવા માટે કહ્યું. બાદમાં સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા વાપીની રહેવાસી આ 13 વર્ષિય અમી ભાટૂએ પોતાની વાત જણાવી હતી. તેણે કહ્યુ કે, આજે મેં શહેરમાં રોડ દરમિયાન પીએમ મોદીને તેમની તસવીર ભેટમાં આપી છે. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મને જોઈ અને પોતાના સુરક્ષા ગાર્ડને મારી તસવીર લેવા માટે કહ્યું, ત્યાર બાદ હું સન્માનિત અનુભવી રહી છું.



    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રોડની બંને બાજુ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.


    વડાપ્રધાનનું લાખો લોકોને સંબોધન


    વડાપ્રધાને લોકોને સંબોધતા કહ્યુ હતુ કે, ‘આ દેશના નાગરિક તરીકે મારું કર્તવ્ય છે કે હું લોકો વચ્ચે જઉં, લોકોને મારા કામનો હિસાબ આપું અને લોકો પાસે વોટના રુપે આશિર્વાદ માગું. આ મારું કર્તવ્ય છે અને હું કર્તવ્ય નિભાવવા આવ્યો છું. 22 વર્ષ થયાં હું પગ વાળીને બેઠો નથી, જેટલી સેવા થાય તેવી કરવી છે. મને પૂરો ભરોસો છે કે તમે ભાજપને વોટ આપવાના જ છો. વોટ આપવાનું કર્તવ્ય છે.’


    યુવાનોને મતદાન કરવા મોદીની અપીલ


    મોદીએ યુવાનોને ટાંકીને કહ્યુ હતુ કે, ‘આત્મનિર્ભર ભારત બનાવવામાં ગુજરાતની જવાબદારી મોટી છે. ગુજરાતના નવા જવાનો છે, તેમને મારે કહેવાનું છે કે, 25 વર્ષના ભારતનો નિર્ણય તમારા વોટમાં છે. તમારું કેરિયર આસમાન સુધી પહોંચનારી હોય, તમારા સંકલ્પ પૂરા કરનારી હોય, તમને જોઈએ તેવું શિક્ષણ અને તમને જોઈએ તેવા અવસર તેના માટે મતદાન કરો.’

    વડાપ્રધાન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે


    ઉલ્લેખનીય છે, વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ત્રણ દિવસ ગુજરાત આવી પહોંચ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gujarat Elections, PM Modi Live

    विज्ञापन
    विज्ञापन