jobs news- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના બધા વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંશાધનની સ્થિતિની સમીક્ષા કરી, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી
નવી દિલ્હી :રોજગારના મુદ્દે હંમેશા વિપક્ષી દળોના સવાલોનો સામનો કરનાર મોદી સરકારે (pm modi government)હવે જવાબ આપવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રધાનમંત્રી મોદીએ (PM Narendra Modi)મિશન મોડમાં ભરતી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપેલી જાણકારી પ્રમાણે વિભિન્ન વિભાગોમાં આગામી 1.5 વર્ષોમાં 10 લાખ ભરતીઓ (10 lakh recruitments)કરવામાં આવશે.
પીએમઓ ઇન્ડિયાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધનની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આદેશ આપ્યો કે આગામી 1.5 વર્ષોમાં મિશન મોડમાં 10 લાખ ભરતીઓ (government Jobs)કરવામાં આવે. બધા વિભાગોએ ઝડપથી કાર્યવાહી કરવી પડશે, પ્રધાનમંત્રીનો નિર્દેશ સ્પષ્ટ છે કે નિયત સમયમાં ભરતી પ્રક્રિયા પુરી કરી લેવામાં આવે
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
કેન્દ્રીય મંત્રી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ ડો. જિતેન્દ્ર સિંહે ગત રાજ્યસભામાં 1 સવાલના જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ પદ ખાલી હતી. હાલ આંકડા વધી ગયો હશે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદ છે જેમાં 31 લાખ 32 હજાર પદો પર વર્તમાનમાં કર્મચારી નિયુક્ત છે. આ રીતે 8.72 લાખ પદો પર ભરતીની જરૂર છે.
આટલું જ નહીં 2016-17થી 2020-21 દરમિયાન ભરતીઓનો આંકડો આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે એસએસસી દ્વારા આયોજિત પરીક્ષાઓ દ્વારા 2,14,601 કર્મચારીઓની ભરતી થઇ છે. આ સિવાય આરઆરબી દ્વારા 2,04,945 નિમણૂક આપવામાં આવી છે. જ્યારે યૂપીએસસીએ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારના વિભાગોમાં છેલ્લા બે વર્ષમાં વધારે ભરતીઓ થઇ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર