વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ (PM Modi on three-day Europe tour) દરમિયાન તેમના વિદેશી મેજબાનો સમક્ષ ભેટ (gifts to foreign counterparts) તરીકે ભારતીય કળા અને પરંપરાનું (Indian arts and tradition) પ્રદર્શન કર્યું હતું. મોદીએ ડેનમાર્કના HRH ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિકને છત્તીસગઢથી ડોકરા બોટ (Dokra Boat for HRH Crown Prince Fredrik of Denmark) ભેટમાં આપી હતી, જ્યારે તેમણે ડેન્માર્કના એચ.એમ. ક્વિન માર્ગ્રેથેને ગુજરાતની રોગન પેઇન્ટિંગ (Rogan painting from Gujarat to Denmark’s H.M. Queen Margrethe) ભેટ તરીકે આપી હતી.
પીએમ મોદીએ ડેનિશ HRH ક્રાઉન પ્રિન્સેસ મેરીને વારાણસીથી સિલ્વર મીનાકારી પક્ષીની આકૃતિ આપી હતી, ફિનલેન્ડના પીએમ સના મરીનને રાજસ્થાનનું બ્રાસ ટ્રી ઓફ લાઇફ ભેટ કર્યુ હતું, જ્યારે નોર્વેના પીએમ જોનસ ગહર સ્ટોરને રાજસ્થાનની કોફ્ટગીરી આર્ટવાળી ઢાલ આપી હતી, ડેન્માર્કના પીએમ મેટે ફેડ્રિક્સનને કચ્છ એમ્બ્રોડરી વાળી વોલ હેંગિંગ આપ્યું અને સ્વીડનના પીએમ મેગડાલેના એન્ડરસનને જમ્મુ-કાશ્મીરથી પશ્મિના પેપિયર મેચ બોક્સ ગીફ્ટ કર્યું હતું.
ડેનમાર્કના એચઆરએચ ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિક માટે છત્તીસગઢથી ડોકરા બોટ
ડોકરા (જેને ડાકરા પણ કહે છે)એ લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવેલ નોન-ફેરસ ધાતુનું કાસ્ટિંગ છે. આ પ્રકારની મેટલ કાસ્ટિંગ ભારતમાં 4,000 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાય છે અને હજુ પણ ઉપયોગમાં લેવાય છે.
ડોકરા
એચ.એમ. ક્વીન માર્ગ્રેથે માટે ગુજરાતથી રોગન પેઇન્ટિંગ
રોગન પેઇન્ટિંગ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં તૈયાર કરાયેલ કાપડ પ્રિન્ટિંગની એક કળા છે. આ હસ્તકલામાં ગરમ તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટ મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ)નો ઉપયોગ કરીને ફેબ્રિક પર નાખવામાં આવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં આ હસ્તકલા લગભગ મૃત્યુ પામી હતી. રોગન પેઇન્ટિંગ માત્ર એક જ પરિવાર દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે. 'રોગન' શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ.
રોગાન આર્ટ વર્ક
HRH ક્રાઉન પ્રિન્સેસ મેરી માટે વારાણસીથી ચાંદીની મીનાકારી પક્ષીની આકૃતિ
વારાણસીમાં ચાંદીના દંતવલ્કની કળા લગભગ 500 વર્ષ જૂની છે. આ કલાના મૂળ પર્શિયન મીનાકારીની કળામાં છે. વારાણસી મીનાકારીનું સૌથી વિશિષ્ટ તત્વ વિવિધ વસ્તુઓ પર વિવિધ શેડ્સમાં ગુલાબી રંગનો ઉપયોગ છે. તેનો આધાર ચાંદીની શીટ છે, જે મેટાલિક બેઝ પર ફિક્સ છે. બેઝ મોલ્ડ પર ફિક્સ કરેલી શીટને ઘાટનું ફિટિંગ સ્વરૂપ આપવા માટે હળવેથી મારવામાં આવે છે. ત્યાર બાદ તમામ હિસ્સાઓને જોડવામાં આવે છે. આના પર મેટાલિક પેન વડે ડિઝાઇન પર કામ કરવામાં આવે છે.
પક્ષી
ફિનલેન્ડના PM માટે રાજસ્થાનથી બ્રાસ ટ્રી ઓફ લાઇફ
ટ્રી ઓફ લાઇફ જીવનના વિકાસનું પ્રતીક છે. વૃક્ષની શાખાઓ ઉપરની તરફ વધે છે અને વિકાસ પામે છે અને તેમાં વિવિધ જીવન સ્વરૂપો હોય છે. ‘ટ્રી ઓફ લાઈફ’ને દર્શાવતી આ હાથથી બનાવેલી દિવાલ ડેકોરેટિવ આર્ટ-પીસ પિત્તળની બનેલી છે અને તે ભારતની ઉત્તમ કારીગરી અને સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે.
બ્રાસ ટ્રી ઓફ લાઇફ
નોર્વેના પીએમ માટે રાજસ્થાનથી કોફ્ટગીરી આર્ટ સાથેની ઢાલ
ધાતુ પર તરકાશી (કોફ્ટગીરી) એ રાજસ્થાનની પરંપરાગત કળા છે, જેનો ઉપયોગ શસ્ત્રો અને બખ્તરને સજાવવા માટે થાય છે. આજે તેને ચિત્રની ફ્રેમ, બોક્સ, ચાલવાની લાકડીઓ અને તલવારો, ખંજર અને ઢાલ જેવા યુદ્ધના સાધનોના શણગાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોફ્ટગીરીએ ચાંદી અને સોનાના વાયરો સાથે જડવાનું કામ છે. કોફ્ટગીરી ક્રાફ્ટનો હેતુએ ધાતુની સપાટીને સમૃદ્ધ બનાવવાનો છે. જેમાંથી આર્ટિકલ બનાવવામાં આવ્યો છે. બેઝ મેટલ ત્રણ પ્રકારના લોખંડનું મિશ્રણ છે - નરમ, સખત અને ઉચ્ચ. આ ત્રણ પ્રકારના લોખંડના સ્તરોને ત્યાં સુધી હથોડી મારવામાં આવે છે, જ્યાં સુધી તે સંપૂર્ણપણે ભળી ન જાય અને એક બેઝ મેટલ બને તેમાંથી વિવિધ આકારના બ્લેડ બનાવવામાં આવે અને આ બ્લેડને ત્રણ જડીબુટ્ટીઓના દ્રાવણમાં નાખવામાં આવે છે, જે બ્લેડ પર કોતરેલી ડિઝાઇનને બહાર લાવે છે.
કોફ્ટગીરી આર્ટ
ડેન્માર્કના પીએમ માટે કચ્છી એબ્રોડરીવાળું વોલ હેંગિંગ
કચ્છ ભરતકામ એ ગુજરાતના કચ્છ જિલ્લાના આદિવાસી સમુદાયની હસ્તકલા અને કાપડ હસ્તાક્ષર કલા પરંપરા છે. આ ભરતકામ તેની સમૃદ્ધ ડિઝાઇન સાથે ભારતીય ભરતકામ પરંપરાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
કચ્છી એબ્રોડરીવાળું વોલ હેંગિંગ
આ ભરતકામ મહિલાઓ દ્વારા સુતરાઉ કાપડ પર વિવિધ રંગના દોરાઓ દ્વારા કરવામાં આવે છે. સિલ્ક અને સાટિન પર પણ અમુક પેટર્ન બનાવવામાં આવે છે. સ્ક્વેર ચેઈન, ડબલ બટનહોલ, પેટર્ન ડાર્નિંગ, રનિંગ સ્ટીચ, સાટિન અને સીધા ટાંકા એ ટાંકાના વિવિધ પ્રકારો છે.
સ્વીડનના પીએમ માટે જમ્મુ-કાશ્મીરથી પેપિયર મેચ બોક્સમાં પશ્મિના સ્ટોલ
કાશ્મીરી પશ્મિના સ્ટોલ્સ તેની દુર્લભ સામગ્રી, ઉત્કૃષ્ટ કારીગરી અને ડિઝાઇન માટે અમૂલ્ય છે. આ સ્ટોલ્સમાં મળતી હૂંફની કોઇ સરખામણી નથી. પશ્મિના એ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની એક વિશિષ્ટ કળા છે. પશ્મિના સ્ટોલ્સ બનાવવા માટે વપરાતી ઊન હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળતી કાશ્મીરી બકરીની ખાસ જાતિમાંથી બનાવવામાં આવે છે.
પશ્મિના સ્ટોલ
સારી પશ્મિના સ્ટોલ માટે કાંતણ, વણાટ અને ભરતકામ બનાવવા માટે કારગર હાથની જરૂર પડે છે. પશ્મિના વણાટ અને પશ્મિના પર હાથથી ભરતકામ કરવાની કળા પેઢીઓથી વારસા તરીકે મળી રહી છે.
પશ્મિના સ્ટોલ કાશ્મીર પેપિયર મેચ બોક્સમાં પેક કરવામાં આવે છે, જે હાથથી બનાવેલ અને રંગીન છે. કાશ્મીર ખીણની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને દર્શાવતી ફ્લોરલ ડિઝાઇન હાથથી તેના પર દોરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર