PM મોદીએ Lockdown 4.0ના આપ્યા સંકેત, 17 મે બાદ દેશમાં કંઈક આવા ફેરફાર થશે!

9 પૉઇન્ટમાં સમજો કે લૉકડાઉન 4.0નું કેવું હશે સ્વરૂપ, 18 મે પહેલા ચિત્ર થશે સ્પષ્ટ

9 પૉઇન્ટમાં સમજો કે લૉકડાઉન 4.0નું કેવું હશે સ્વરૂપ, 18 મે પહેલા ચિત્ર થશે સ્પષ્ટ

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવાર રાત્રે રાષ્ટ્રને નામ સંબોધનમાં લૉકડાઉન (Lockdown)ના ચોથા ચરણના સંકેત આપ્યા છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન 4.0 (Lockdown 4.0) પહેલાથી બિલકુલ અલગ અને નવા નિયમોવાળું હશે. પીએમ મોદીએ કહ્યું કે લૉકડાઉનનું ચોથું ચરણ નવા રૂપ રંગવાળું અને નવા નિયમોવાળું હશે. રાજ્યો પાસેથી મળી રહેલી ભલામણો અને સૂચનોના આધારે લૉકડાઉન 4.0ની જાણકારી આપને 18 મેથી પહેલા જ આપવામાં આવશે.

    Lockdown 4.0નું કંઈક આવું હોઈ શકે છે સ્વરૂપ?

    1. લૉકડાઉન 4.0માં રેડ અને કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમો વધુ કડક કરવામાં આવી શકે છે.
    2. લૉકડાઉનના ચોથા ચરણમાં ગ્રીન ઝોનને વધુ છૂટ મળી શકે છે.
    3. લૉકડાઉનના આ ચરણમાં રાજ્યોને પણ અનેક નિર્ણયો લેવાનો અધિકાર મળી શકે છે.
    4. કેન્દ્ર સરકાર રાજ્યોને આર્થિક ગતિવિધિઓને લઈને નિર્ણય લેવાનો અધિકાર આપી શકે છે.
    5. લૉકડાઉનના આ ચરણમાં રાજ્યોને ઝોન નક્કી કરવાનો અધિકાર મળી શકે છે.
    6. અનેક રાજ્યોને હાલમાં દિવસ દરમિયાન છૂટ આપવામાં આવી છે જ્યારે સાંજે 7 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવે છે. આ નિયમ સમગ્ર દેશમાં લાગુ થઈ શકે છે.
    7. તમામ ઓફિસોને કેટલીક શરતોની સાથે ફરી એકવાર શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.
    8. હાલમાં કેટલાક રૂટ ઉપર જ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેને હવે વધારી શકાય છે.
    9. ટ્રેન સેવાઓની જેમ જ લૉકડાઉનના ચોથા ચરણમાં વિમાન સેવાઓને પણ છૂટ મળી શકે છે.

    આ પણ વાંચો, કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થનારો 12મો દેશ બન્યો ભારત, કેનેડાને પાછળ મૂક્યો

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યસ્થામાં જીવ ફૂંકવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. આ પેકેજ હેઠળ ખેડૂત, મધ્યમ વર્ગ સહિત તમામ વર્ગોની મદદ કરી શકાશે. તેના દ્વારા દેશના વિભિન્ન વર્ગોને આર્થિક વ્યવસ્થાની કડીઓને 20 લાખ કરોડ રૂપિયાનો સપોર્ટ મળશે. આ પેકેજ ભારતના GDPના 10 ટકા છે.

    આ પણ વાંચો, કોરોના પોઝિટિવ આર્મી જવાને હૉસ્પિટલમાં કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી વ્યથા
    Published by:Mrunal Bhojak
    First published: