Home /News /national-international /રાષ્ટ્ર સર્વોપરી: માતાને અંતિમ વિદાય આપ્યા બાદ પીએમ મોદી કર્તવ્ય પથ પર નીકળ્યા, બંગાળમાં પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ

રાષ્ટ્ર સર્વોપરી: માતાને અંતિમ વિદાય આપ્યા બાદ પીએમ મોદી કર્તવ્ય પથ પર નીકળ્યા, બંગાળમાં પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ આપી મોટી ભેટ

આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ પશ્ચિમબંગાળમાં ન્યૂજલપાઈગુડી વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ વંદે ભારત ટ્રેન માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ જુઓ ...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થયા હતા.  પીએમ મોદી પોતાના માતા હીરાબાના અંતિમ દર્શન માટે રાયસણમાં રહેતા પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા અને બાદમાં અંતિમ સંસ્કારમાં પણ પીએમ મોદી પહોંચ્યા હતા.  માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.



દેશનો લગભગ દરેક શખ્સ એ વાત ખૂબ જ સારી રીતે જાણે છે કે, પીએમ મોદી માટે રાષ્ટ્ર સર્વોપરી હંમેશા રહ્યું છે. એક તરફ આજે પીએમ મોદીના જીવનનો સૌથી દુ:ખદ દિવસ ગણી શકાય, એક પુત્ર તરીકેની તમામ જવાબદારીઓ પૂર્ણ કરી પીએમ મોદી ફરી રાષ્ટ્રના નિર્માણમાં એક સાચા પ્રધાનસેવકની જવાબદારી નિભાવતા પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં પહેલાથી નિર્ધારિત કાર્યક્રમમાં ગાંધીનગર રાજભવનમાંથી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા જોડાયા હતા.



આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ પશ્ચિમબંગાળમાં ન્યૂજલપાઈગુડી વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ વંદે ભારત ટ્રેન માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો કે, અને પીએમ મોદીના માતાના નિધન પર તેમણે શોક પ્રગટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી.

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળમાં 7800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.
First published:

Tags: Vande Bharat Express, West bengal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો