Home /News /national-international /Unique fan of PM Modi! પીએમ મોદીના રંગે રંગાયો ફેન, શરીર પર મોદી અને પીઠ પર ડસ્ટબિન લઈ પહોંચ્યો પટના

Unique fan of PM Modi! પીએમ મોદીના રંગે રંગાયો ફેન, શરીર પર મોદી અને પીઠ પર ડસ્ટબિન લઈ પહોંચ્યો પટના

પીએમ મોદીના રંગે રંગાયો ફેન

Fan of PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bharat) યોજનાથી આ શખ્સ એટલો પ્રભાવિત થયો કે તેમણે પોતાની ચાની દુકાન ખોલી પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું.

તમે ઘણા બધા ચાહકો જોયા હશે, પરંતુ તમે આવો જબરા ફેન (Fan of PM Modi) નહિ જોયો હોય. આ જબરા ચાહકનું નામ છે અશોક કુમાર સાહની (Ashok Kumar Sahni). જે બિહારના મુઝફ્ફરપુર (Muzaffarpur)ના રહેવાસી છે અને પટનામાં બિહાર વિધાનસભાની બહાર નરેન્દ્ર મોદી (PM Modi)ને પોતાના હાથે ચા આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી મંગળવારે પટના પહોંચ્યા હતા. આ દરમિયાન અશોક ત્યાં આવી પહોંચ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીના પ્રશંસક અશોક કુમાર સાહની મુઝફ્ફરપુરથી પટના તેમને પોતાના હાથે બનાવેલી ચા આપવા પહોંચ્યા હતા. જોકે, તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. કારણ કે સુરક્ષાના કારણોસર તેમને વિધાનસભાના ગેટ નજીકથી દૂર કરવામાં આવ્યો હતો. છતાં અશોકની હવે સર્વત્ર ચર્ચા થઈ રહી છે.

વાસ્તવમાં અશોક જે લુકમાં એસેમ્બલીની બહાર પહોંચ્યા હતા તેમાં લોકોની નજર તેમના પર ટકેલી હતી. અશોકે પોતાનું આખું શરીર મોદીના રંગમાં રંગ્યું હતું. છાતી પર મોદીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. તેની ઉપર નમો-નમો લખેલું હતું. માથા પર આગળ ભારતનો નકશો અને પાછળ જય હિંદ લખેલું હતું. માથાની ડાબી બાજુએ સ્વચ્છ ભારત લખ્યું હતું.

આખા શરીરે મોદીની તસવીરથી રંગાયેલ ફેન મોદીને મળવા પટના પહોંચ્યા


આ પણ વાંચો: રિપોર્ટિંગ દરમિયાન પાકિસ્તાની પત્રકારે છોકરાને મારી થપ્પડ, લોકોએ કહ્યું- લેડી ચાંદ નવાબ

પાછળ એક ડસ્ટબીન હતું. અને હાથમાં ચાની કીટલી હતી. અશોકે કહ્યું કે તેઓ મોદીજીના મોટા પ્રશંસક છે. તે જે બોલે છે તેનાથી તે પ્રભાવિત થાય છે. અશોકે વધુમાં કહ્યું કે તેઓ મોદીજીના પરમ ભક્ત છે, તેમનું સપનું છે કે તેઓ મોદીજીને પોતાના હાથથી ચાનો કપ આપે. તે પોતાનું સપનું પૂરું કરવા માટે દિલ્હી, ઝારખંડ, રોહતક, કાનપુર, બનારસ અને મોતિહારી પણ ગયો છે. પણ આજ સુધી અશોકનું સપનું પૂરું થયું નથી.

આ પણ વાંચો: પૂરના પાણીમાં ડૂબીને વીડિયો બનાવતી રહી મહિલા, લોકો બોલ્યા - 'દીદીને લેવી છે સેલ્ફી'

અત્યાર સુધી તેમને મોદીને મળવાની એક પણ તક મળી નથી. પરંતુ તેને આશા છે કે એક દિવસ આ સપનું પૂરું થશે. વડાપ્રધાન મોદીના પ્રશંસક અશોકે કહ્યું કે પહેલા તેઓ પેઇન્ટિંગનું કામ કરતા હતા, જેના કારણે તેઓનું જીવન ગુજારવું મુશ્કેલ બન્યું હતું. ત્યારબાદ છ વર્ષ પહેલા વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતમાંથી પ્રેરણા લઈને ચાની દુકાન ખોલી. આ દુકાન પણ ચાલવા લાગી અને આજે તે તેમાંથી પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે છે.
First published:

Tags: PATNA NEWS, PM Modi પીએમ મોદી, Viral news

विज्ञापन