Delhi Fire: PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, કેજરીવાલ સરકારે કહ્યું- દોષિતોને છોડશે નહીં

News18 Gujarati
Updated: December 8, 2019, 11:27 AM IST
Delhi Fire: PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, કેજરીવાલ સરકારે કહ્યું- દોષિતોને છોડશે નહીં
દિલ્હીના અનાજ માર્કેટમાં આવેલી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 43 લોકોનાં મોત થયા છે.

કેજરીવાલ સરકારે અગ્નિકાંડ મામલે તપાસ રિપોર્ટ સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે

  • Share this:
નવી દિલ્હી : રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મોર્કેટ અગ્નિકાંડમાં 43 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ દુ:ખ પ્રગટ કર્યું છે. બીજી તરફ દિલ્હી સરકાર ઘટનાની તપાસના આદેશ આપતાં સાત દિવસોમાં રિપોર્ટ સોંપવાનો આદેશ જાહેર કર્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુખદ ઘટના પર શોક વ્યક્ત કયો છે. તેઓએ કહ્યુ કે, દિલ્હીના અનાજ માર્કેટમાં આગ લાગવાના સમાચારથી ખૂબ દુ:ખી છું. પ્રભાવિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો વહેલી તકે સાજા થાય તેની કામના કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર સંવેદન વ્યક્ત કરતાં ટ્વિટ કર્યુ કે, રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટમાં લાગેલી આગ ખૂબ ભીષણ છે. મારી સંવેદના તે લોકોની સાથે છે, જેઓએ પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. હું ઘાયલોને વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરું છે. પીએમ મોદીએ કહ્યુ કે, પ્રભાવિતોને શક્ય તમામ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે પણ પીડિત પરિવારો પ્રતિ દુ:ખ પ્રગટ કર્યું છે. તેઓએ સંબંધિત વિભાગથી ઘાયલોને શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.
કેજરીવાલ સરકારે કહ્યું દોષિતોને છોડીશું નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યુ કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ફાયરમેન પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે. ઘાયલોને હૉસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. બીજી તરફ દિલ્હી સરકારમાં મંત્રી ઈમરાન હુસૈને કહ્યુ કે, આ ઘટના (અગ્નિકાંડ) ખૂબ જ દુખદ છે. તેની તપાસ કરવામાં આવશે અને જે પણ તેના માટે જવાબદાર હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડાશે નહીં.

વહેલી પરોઢ 5 વાગ્યે આગ લાગી

આગ લાગવાની ઘટના વહેલી પરોઢ 5 વાગ્યાની છે. બજારમાં એક ત્રણ માળની બેકરી છે. બેકરીના ઉપરના માળે આગ લાગી હતી. ત્યારબાદ આગે સમગ્ર બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી. આગના કારણે ચારે તરફ ધૂમાડો છવાઈ ગયો. આ વિસ્તાર ઘણો ગીચ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ. બીજી તરફ ગીચતાવાળા વિસ્તારમાં ફાયરબ્રિગેડની ગાડીઓને પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
First published: December 8, 2019, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading