PMtoNews18: ટાઇમ મૅગઝીનના 'ડિવાઇડર ઇન ચીફ' કવર પર શું બોલ્યા PM મોદી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

જે મારી છબિ બગાડવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, તેમાં તેમની જ છબિ ખરાબ થઈ રહી છે : નરેન્દ્ર મોદી

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : બિહારની રાજધાની પટનાની પાસે પાટલિપુત્રમાં News18ના પોલિટિકલ એડિટર અમિતાભ સિન્હા અને ગ્રુપ કન્સલટિંગ એડિટર બ્રજેશ કુમાર સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઇમ મૅગઝીનની એક સ્ટોરીમાં તેમને 'ડિવાઇડર ઇન ચીફ' ગણાવવા વિશે ખુલીને વાત કરી. તેમની 'ડિવાઇડર'વાળી ઇમેજ બનાવવા સાથે જોડાયેલા સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે બિચારા જે મારી છબિ બગાડવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, તેમાં તેમની જ છબિ ખરાબ થઈ રહી છે.

    વડાપ્રધાને કહ્યું કે, હું એ સમજું છું કે છેલ્લા 20 વર્ષથી મારી છબિ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ દિવસ-રાતની મહેનત બાદ પણ તેમની પોતાની છબિ ખરાબ થઈ ગઈ છે. મોદીએ કહ્યું કે મને હવે આ લોકો પર દયા આવે છે. મોદીએ એમ પણ કહ્યું કે આપણે એ પણ સમજવું જોઈએ કે આ ડિવાઇડ વર્ટિકલ છે કે હોરિઝોન્ટલ? આજે જો દરેક ગરીબ પોલરાઇઝ થઈ ગયો છે અને જાતિવાદી બંધનોથી બહાર થઈને સીધા સાદા મોદીમાં પોતાની છબિ જોવા લાગ્યા છે તો કોઈને તેમાં દુ:ખ કેમ થઈ રહ્યું છે. હવે ગરીબ માત્ર પોતાના ભલું નહીં દેશનું ભલું કરવા માંગે છે. ગરીબ જાતિ-ધર્મથી ઉપર આવી ગયા છે, પંત સંપ્રદાયથી બહાર આવી ગયા છે અને પોતાના બાળકોના ભવિષ્ય માટે આગળ આવી રહ્યા છે તો આપણને આ વાત પર ગર્વ કરવું જોઈએ.

    આ પણ વાંચો, PM મોદીનો મમતા પર પ્રહાર : કાશ્મીરથી વધુ બંગાળની ચૂંટણીમાં થઈ હિંસા

    આંતરરાષ્ટ્રીય મંચો પર દેશની સાખ વધારવા અને તેમની મુસ્લિમ વિરોધી છબિથી જોડાયેલા એક સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, વોટબેંકની રાજનીતિ કરનારાઓની મોડસ ઓપરેન્ડ જુઓ. 70 વર્ષથી મુસલમાનોને ડરાવવા માટે અલગ-અલગ સમયે અલગ-અલય લોકોને, સંસ્થાઓને દોષી બનાવવામાં આવી. આ સંસ્થાઓ અને વ્યક્તિઓને સતત ગાળો આપીને મુસલમાનોમાં એક ડર ઊભો કરવામાં આવ્યો.

    આ પણ વાંચો, PM મોદીએ જણાવી પોતાની જાતિ, વિપક્ષને આપ્યો આ જવાબ

    મોદીએ કહ્યું કે, થવું એવું જોઈતું હતું કે મુસલમાનોમાંથી નેતૃત્વને આગળ લઈને આવે. અમે અબ્દુલ કલામને લઈને આવ્યા હતા અને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. આ દિશામાં જો તેઓ આગળ જાય છે તો દેશની એકતાને તાકાત મળશે. અમે એટલા માટે જ મંત્ર લઈને આવ્યા હતા- સૌનો સાથ, સૌનો વિકાસ. પરંતુ આ લોકો મોદીનું નામ માત્ર ધર્મ-જાતિની રાજનીતિ માટે ઉપયોગ કરી રહ્યા છે. વિકાસ કરવા માટે લોકોને પંથ, જાતિ કે ધર્મ નહીં પૂછવા જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published: