પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય યૂરોપના પ્રવાસે (PM Modi Europe Visit)છે. સોમવારે સવારે તે જર્મનીની રાજધાની બર્લિન (PM Modi in Berlin) પહોંચ્યા
PM Narendra Modi Europe Visit Updates - જર્મનીમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોએ જ્યારે પ્રધાનમંત્રીને જોયા તો વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય યૂરોપના પ્રવાસે (PM Modi Europe Visit)છે. સોમવારે સવારે તે જર્મનીની રાજધાની બર્લિન (PM Modi in Berlin) પહોંચ્યા. અહીં ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. આ સિવાય પ્રધાનમંત્રી (PM Narendra Modi)જર્મન ચાન્સલર સાથે પણ મુલાકાત કરશે. આ પહેલા બર્લિનમાં તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. તેમનો આ કાર્યક્રમ હોટલ એડલાન કેમ્પિંસ્કીમાં રાખવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં ભારતીય પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હોટલ પહોંચ્યા તો ભારતીય સમુદાયના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. જર્મનીમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોએ જ્યારે પ્રધાનમંત્રીને જોયા તો વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે કેટલાક બાળકો પણ હોટલ પહોંચ્યા હતા. તેમણે પીએમ સાથે વાત કરી હતી.
#WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm
ભારતીયો સાથે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અનન્યા મિશ્રા નામની એક બાળકી પાસે ઉભા રહ્યા હતા. અનન્યાના હાથમાં એક પેઇન્ટિંગ હતી. પીએમ અનન્યા સાથે વાત કરવા લાગ્યા હતા. બાળકીના હાથમાં જે પેઇન્ટિંગ હતી તે પીએમ મોદીની હતી. પીએમ મોદીએ તેના પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. અનન્યાએ કહ્યું કે મોદી જી ને મળીને ઘણું સારું લાગ્યું. મેં તેમને પોતાની પેઇન્ટિંગ બતાવી હતી તેમણે તેના પર હસ્તાક્ષર પણ કર્યા હતા.
આ પછી પ્રધાનમંત્રી એક બાળકને મળ્યા હતા. બાળકે પ્રધાનમંત્રીને એક દેશભક્તિ ગીત સંભળાવ્યું હતું. પીએમ પણ બાળકના ગીતથી તાલ મિલાવતા જોવા મળ્યા હતા. પીએમ ચપટી વગાડી રહ્યા હતા. ગીત પુરુ થયા પછી પીએમે બાળકની પ્રશંસા કરી હતી. જ્યારે પીએમ હોટલ એડલાન કેમ્પિંસ્કી પહોંચ્યા તો કેટલાક ભારતીયોએ તેમને પગ લાગ્યા હતા. કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. પીએમને મળવા માટે ભારતીય સમુદાયના લાકો 400 કિમીનો પ્રવાસ કરી બર્લિન આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર