Home /News /national-international /PM Modi Europe Visit: પીએમ મોદીએ 3 દેશોની યાત્રા પહેલા કહ્યું - યૂરોપનો પ્રવાસ પડકારોથી ભરેલા સમયમાં કરી રહ્યો છું

PM Modi Europe Visit: પીએમ મોદીએ 3 દેશોની યાત્રા પહેલા કહ્યું - યૂરોપનો પ્રવાસ પડકારોથી ભરેલા સમયમાં કરી રહ્યો છું

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

PM Narendra Modi Europe Visit - આ વર્ષે પીએમ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે, પ્રધાનમંત્રીની આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે યુક્રેન પર આક્રમણના કારણે રશિયા સામે યુરોપ એકજુટ છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi Europe Visit)જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની પોતાની યાત્રા પહેલા રવિવારે કહ્યું કે તેમનો યૂરોપ પ્રવાસ તેવા સમયે થઇ રહ્યો છે જ્યારે આ ક્ષેત્ર ઘણા પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યું છે. તથા તે ભારતના યૂરોપીય ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા માંગે છે. તેમણે કહ્યું કે શાંતિ અને સમૃદ્ધિની ભારતની ઇચ્છામાં યુરોપીય ભાગીદાર પ્રમુખ સાથી છે. આ વર્ષે પીએમ મોદીની (pm narendra modi)આ પ્રથમ વિદેશ યાત્રા છે.

પ્રધાનમંત્રી મોદીએ એક નિવેદનમાં કહ્યું કે તે જર્મન ચાન્સલર ઓલાફ શોલ્જના નિમંત્રણ પર 2 મે ના રોજ બર્લિન પહોંચશે. આ પછી 3-4 મે ના રોજ ડેન્માર્કના પોતાના સમકક્ષ મેટે ફ્રેડરિક્સનના નિમંત્રણ પર દ્વિપક્ષીય વાર્તામાં સામેલ થવા માટે કોપનહેગનની યાત્રા કરશે અને દ્વિતીય ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પોતાની યાત્રાના અંતિમ ચરણમાં તે થોડાક સમય માટે ફ્રાન્સમાં રોકાશે, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રો સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચો - PM મોદીએ કહ્યું - સેમીકંડક્ટરનું હબ બનશે ભારત, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં રહેશે મુખ્ય ભાગીદાર

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે યુક્રેન પર આક્રમણના કારણે રશિયા સામે યુરોપ એકજુટ છે. યાત્રાના પ્રથમ ચરણમાં મોદી બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ શોલ્જ સાથે વાર્તા કરશે. બન્ને નેતા છઠ્ઠી ભારત-જર્મની અંતર-સરકારી પરામર્શ (આઈજીસી) બેઠકની સહ અધ્યક્ષતા પણ કરશે.

પીએમ મોદી જર્મનીમાં ભારતીયોને સંબોધિત કરશે

પીએમ મોદીએ કહ્યું કે આ બેઠકમાં બન્ને દેશોના ઘણા મંત્રી સામેલ થશે. ગત વર્ષે સત્તામાં આવ્યા પછી શોલ્જની સાથે મોદીની આ પ્રથમ બેઠક રહેશે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી અને ચાન્સલર શોલ્જ વ્યાપારિક સંમેલનને પણ સંયુક્ત રુપથી સંબોધિત કરશે. મોદી જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કરશે.

આ પણ વાંચો - ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા
" isDesktop="true" id="1204856" >

ભારત અને જર્મની 2000 થી વ્યૂહાત્મક ભાગીદારો છે. ગયા વર્ષે 2021માં બંનેએ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી પણ કરી હતી. મોદીની મુલાકાત વ્યાપક ક્ષેત્રોમાં બંને વચ્ચે સહકાર વધારવા, પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવા અને પરસ્પર હિતની વૈશ્વિક બાબતોની ચર્ચા કરવા માટેના માધ્યમ તરીકે કામ કરશે.
First published:

Tags: Europe, PM Modi speech, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો