Home /News /national-international /

સ્વિટ્ઝર્લેન્ડમાં દાવોસ સમિટ પહેલા મોદીએ માણી બરફ વર્ષાની મજા!

સ્વિટ્ઝર્લેન્ડમાં દાવોસ સમિટ પહેલા મોદીએ માણી બરફ વર્ષાની મજા!

મોદીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.

મોદીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.

    દાવોસઃ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 48મી વાર્ષિક સમિટ શરૂ થઈ ગઈ છે. મોદી આ સમિટમાં ભાગ લેવા માટે દાવોસ પહોંચી ગયા છે. પીએમ મંગળવારે આ સમિટનું ઉદ્ઘાટન કરશે અને સમિટને સંબોધન પણ કરશે.

    દાવોસમાં છેલ્લા થોડા દિવસોથી ભારે બરફ વર્ષા થઈ રહી છે. બરફ વર્ષાને કારણે અહીં જામ લાગી ગયો છે. જોકે, અહીં આવનાર લોકો બરફ વર્ષાની મજા પણ લઈ રહ્યા છે. મોદી પણ બરફ વર્ષાની મજા લેતા ખુદને રોકી શક્યા ન હતા.

    મોદીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ એવી જગ્યાએ ઉભા છે જ્યાં આસપાસ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે.

    મોદીએ આ ફોટો શેર કરતા લખ્યું કે, 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડ આવ્યો છું. અહીં હું વિશ્વના નેતાઓ અને બિઝનેસ સેક્ટરના નિષ્ણાતો સાથે બેઠક કરીશ. હું ભારતમાં અલગ-અલગ આર્થિક સંભાવનાઓને લઈને તેમની સાથે ચર્ચા કરીશ.'

    સમિટમાં આજે મોદી દુનિયાને 'નમો મંત્ર' આપશે. મોદી અનેક રાષ્ટ્રાધ્યક્ષોની સામે બદલતા ભારતની તસવીર પણ મૂકશે. 'ઇન્ડિયા મીન્સ બિઝનેસ' અને 'ન્યૂ ઇન્ડિયા 2022' પર ચર્ચા થશે.

    સમિટને સંબોધન બાદ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી શકે છે. બાદમાં મોદી સ્વીડન અને કેનેડાના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Davos, Snow fall, Wef, મોદી

    આગામી સમાચાર