Home /News /national-international /

65 કલાક, 25 બેઠક, 8 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત, કાલથી PM મોદીનો વર્ષનો પહેલો વિદેશ પ્રવાસ શરૂ

65 કલાક, 25 બેઠક, 8 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત, કાલથી PM મોદીનો વર્ષનો પહેલો વિદેશ પ્રવાસ શરૂ

કાલથી PM મોદીનો વિદેશ પ્રવાસ શરૂ

PM Modi's first foreign tour of 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે તેની પહેલી વિદેશ યાત્રા પર સોમવારે 3 મેનાં જર્મની ડેનમાર્ક અને ફ્રાન્સ રવાના થશે. સરકારી સૂત્ર મુજબ આ દરમિયાન 7 દેશ અને 8 વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકમાં ભાગ લેશે. 50 બિઝનેસ લીડર્સ મળશે અને ભારતીય જૂથને સંબોધિત કરશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે તેમની પહેલો વિદેશ પ્રવાસ પર સોમવારે 2 મે નાં રવાના થશે. તે ત્રણ દેશો-જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સનો પ્રવાસ કરશે. સરકારી સૂત્રો મજુબ, આ દરમિયાન તેમનું શિડ્યુલ ઘણું ટાઇટ રહેશે. તે 7 દેશોનાં 8 વિદેશી નેતાઓથી મુલાકાત કરશે. આ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકમાં તેઓ ભાગ લેશે. ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરશે. આ રીતે PM મોદી 65 કલાક, 25 બેઠક અને મુલાકાતનું ટામટેબલ બનાવ્યું છે.

    સત્તાવાર સૂત્રો અનુસાર ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે તેમની વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી 50થી વધુ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. ભારતીય સમુદાયના હજારો લોકોનો પણ સંપર્ક કરશે. પીએમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપના મોટાભાગના દેશો યુક્રેન સંકટને લઈને રશિયા વિરુદ્ધ એક થઈ ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતની સ્થિતિ અત્યાર સુધી તટસ્થ રહી છે. તેઓ આગ્રહ કરતા રહ્યા છે કે આ સંકટનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ શોધી શકાય છે. આ કારણોસર, ભારત ઘણી વખત સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ગેરહાજર રહ્યું છે. તેના પર અમેરિકા જેવા દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

    આ પણ વાંચો-Jammu & Kashmir : આ વર્ષે અત્યારસુધી 15 પાકિસ્તાની આતંકીઓ ઠાર, ગત વર્ષ કરતા સંખ્યામાં વધારો

    તેમની વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે. તે બે રાત પ્લેનમાં વિતાવશે. પેરિસમાં પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે, જેઓ ભીષણ ચૂંટણી જંગ જીતીને તાજેતરમાં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ ભારત-જર્મની આંતર-સહકારાત્મક પરામર્શની 6ઠ્ઠી કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે.

    ચાન્સેલર સ્કોલ્ઝે ગયા વર્ષે એન્જેલા મર્કેલનું સ્થાન લીધું હતું. જે બાદ પીએમ મોદી સાથે તેમની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને જર્મની 2000 થી વ્યૂહાત્મક ભાગીદારો છે. ગયા વર્ષે 2021માં બંનેએ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી પણ કરી હતી. મોદીની મુલાકાત વ્યાપક ક્ષેત્રોમાં બંને વચ્ચે સહકાર વધારવા, પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવા અને પરસ્પર હિતની વૈશ્વિક બાબતોની ચર્ચા કરવા માટેના માધ્યમ તરીકે કામ કરશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Foreign Tour, PM Modi first foreign tour of 2022, પીએમ મોદી

    આગામી સમાચાર