ન્યૂઝ18 ગુજરાતી : પીએમ મોદીએ વારાણસીમાં ભાજપના મહા-સભ્યપદ અભિયાનની શરૂઆત કરી. આ પહેલા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. વારાણસીમાં વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરી. ત્યારબાદ તેઓએ ભાજપ સભ્યપદ અભિયાનની શરૂઆત કરી. ભાજપના કાર્યકરોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં હવે 5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે.
ભાજપ સભ્યપદ અભિયાનની શરૂઆત કર્યા બાદ પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, કેટલાક લોકોને ભારતીયોની ક્ષમતા પર શક કરે છે. મોટા લક્ષ્ય પર દેશવાસીઓ સાથે વાત કરવા માંગું છું. ન્યૂ ઈન્ડિયા તો હવે દોડવા માંગે છે.
પીએમ મોદીએ પોતાના વક્તવ્ય દરમિયાન બજેટની પણ ચર્ચા કરી. પીએમ મોદીએ પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાનો અર્થ સમજાવ્યો. ભારતીય અર્થવ્યવસ્થામાં તમામ શક્યતાઓ છે. આપણું સપનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે.
PM Modi in Varanasi: In budget, we gave direction to achieve goal of $5 trillion economy & decisions related to it were announced. We have presented the confidence that we have stepped in the field with a vision of coming 10 yrs. We will become a $5 trillion economy in next 5 yrs pic.twitter.com/Vo69Icx1jH
પીએમ મોદીએ કહ્યું કે, જેટલું મોટું ખેતર હશે તેટલો જ હિસ્સો લોકોને મળશે. તેથી અમે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓએ કહ્યું કે પરિવારમાં જેટલી આવક હશે, તેમાં સમૃદ્ધિનું સ્તર પણ એટલું જ વધુ હશે. ભારત પણ વિકાસશીલથી વિકસીત દેશ બની શકે છે. ભારત યુવા દેશ છે અને પોતાના લક્ષ્યને મેળવી શકશે. જ્યારે કોઈ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક વધે છે તો લોકોમાં ખરીદવાની ક્ષમતા વધે છે અને તેનાથી રોજગારની તકો વધે છે.
PM Narendra Modi during BJP membership drive in Varanasi: More than the availability of water, the wastage and careless use of water are bigger problems. So be it use in homes or for irrigation, we have to stop the wastage of water pic.twitter.com/H3M1eWM9Je
વડાપ્રધાને કહ્યું કે, 5 ટ્રિલિયન ડોલરના આ સફરને સરળ બનાવવા માટે અમે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સુંદર ભારત બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ. ગત થોડા વર્ષોમાં સ્વસ્ચછતા માટે દેશના દરેક નાગરિક જે યોગદાન આપી રહ્યા છે તેનાથી સ્વસ્થ ભારત બનાવવાના અમારા પ્રયાસને બળ મળ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, સ્વસ્થ ભારત બનાવવા માટે ભારત યોજના પણ ઘણી મદદગાર સિદ્ધ થઈ રહી છે. દેશના લગભગ 50 કરોડ ગરીબોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર સુનિશ્ચિત થઈ રહી છે. અત્યાર સુધી લગભગ 32 લાખ ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં તેનો લાભ મળી રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર