Home /News /national-international /

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું

ફાઇલ ફોટો

પીએમ મોદીનું આ સંબોધન વીડિયો કોન્ફરન્સ દ્વારા થયું

  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)સંયુક્ત રાષ્ટ્રની (United Nations)હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીનું આ સંબોધન વીડિયો કોન્ફરન્સ દ્વારા થયું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીનું આ સંબોધન જી-7 શિખર સંમેલનમાં ત્રણ સત્રોના સંબોધનના એક દિવસ પછી થયું છે. જી-7માં પીએમ મોદી દ્વારા ઉઠાવેલા મુદ્દાની વિશ્વના બધા નેતાઓએ પ્રશંસા કરી હતી.

  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજકિરે ભૂમિ ક્ષરણથી લડવામાં થયેલા પ્રગતિનું આકલન કરવા અને સ્વસ્થ ભૂમિને પુનર્જિવિત કરવા અને બહાલ કરવાના વૈશ્વિક પ્રયત્નો પર આગળનો રસ્તો નક્કી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન ટૂ કોમ્બેટ ડેજર્ટિફિકેશનના સમર્થનમાં આ બેઠક બોલાવી છે.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું અપડેટ

  - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશો માટે ભૂમિ ક્ષરણ એક વિશેષ પડકાર છે. ભારત સાથે વિકાસશીલ દેશોને ભૂમિ બહાલી રણનીતિ વિકસિત કરવામાં સહાયતા કરી રહ્યા છે. ભૂમિ ક્ષરણના મુદ્દાના પ્રત્યે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં એક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

  - પીએમ મોદીએ કહ્યું - ભૂમિ બધા જીવન અને આજીવિકાનું સમર્થન કરવા માટે મૌલિક નિર્માણ ખંડ છે અને આપણા બધા સમજીએ કે જીવનની વેબ એક ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમના રૂપમાં કાર્ય કરે છે. દુખની વાત છે કે ભૂમિ ક્ષરણ આજે દુનિયાના બેતૃતિયાંશ હિસ્સાને પ્રભાવિત કરે છે.

  આ પણ વાંચો - અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ગુજરાતમાં ત્રીજો વિકલ્પ સફળ થયો નથી, ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી

  - પીએમ મોદીએ કહ્યું - અમે કેટલીક નવી રીતો અપનાવી છે. એક ઉદાહરણ કચ્છના રણમાં બન્ની ક્ષેત્ર છે, ગુજરાત અત્યાધિક નિમ્નીકૃત ભૂમિથી ગ્રસ્ત છે અને અહીં વરસાદ ઓછો થાય છે. તે ક્ષેત્રમાં ઘાસના મેદાનોને વિકસિત કરીને ભૂમિ પુનસ્થાપન કરાય છે. જે ભૂમિ ક્ષરણ તટસ્થતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

  - પીએમે કહ્યું - અમે 2030 સુધી 26 મિલિયન હેક્ટર ખરાબ ભૂમિને બહાલ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ 2.5થી 3 બિલિયન ટન CO2 સમકક્ષના અતિરિક્ત કાર્બન સિંકને પ્રાપ્ત કરવામાં ભારતની પ્રતિબદ્ધતામાં યોગદાન આપશે.

  - પીએમ મોદીએ કહ્યું - ભારતે ભૂમિ ક્ષરણ, દુષ્કાળથી નિપટવા માટે નવી રીત અપનાવી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: UN, United nations, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

  આગામી સમાચાર