નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે એટલે કે દશેરાના દિવસે દેશને નવી સાત રક્ષા કંપની સમર્પિત (PM Modi dedicates 7 new defence companies) કરી છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી નવી સાત રક્ષા કંપનીઓ ભારતના સૈન્ય શક્તિ માટે એક મોટો આધાર બનશે. વિજયાદશમી (Vijayadashmi festival) તહેવારે આ કંપનીઓની લૉન્ચિંગ ઇવેન્ટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, "41 ફેક્ટરીઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય, સાત કંપનીઓની આ શરૂઆત દેશની આ જ સંકલ્પ યાત્રાનો હિસ્સો છે. આ નિર્ણય છેલ્લા 15-20 વર્ષથી લટકેલો હતો."
પીએમ મોદીએ કહ્યુ કે, મને વિશ્વાસ છે કે આ તમામ સાતેય કંપનીઓ આગામી સમયમાં ભારતની સૈન્ય તાકાતનો મોટો આધાર બનશે. લોંચ કરવામાં આવેલી આ સાતેય કંપનીઓ નીચે પ્રમાણે છે.
1) મ્યૂનિશન્સ ઇન્ડિયા લિમિટેડ- Munitions India Limited (MIL)
2) આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ- Armoured Vehicles Nigam Limited (AVANI)
3) એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇ્ડિયા લિમિટેડ- Advanced Weapons and Equipment India Limited (AWE India)
4) ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ- Troop Comforts Limited (TCL)
5) યંત્ર ઇન્ડિયા લિમિટેડ- Yantra India Limited (YIL)
6) ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ- India Optel Limited (IOL)
7) ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ- Gliders India Limited (GIL)
આ સાતેય કંપનીઓ પાસે ત્રણેય સૈન્ય અને અર્ધસૈનિક દળોના 65,000ક રોડ રૂપિયાના 66 કોન્ટ્રાક્ટ હશે. પીએમ મોદીએ જણાવ્યું કે આ કારખાનાઓને 100થી 150 વર્ષથી વધુનો અનુભવ છે. પીએમ મોદીએ એવું પણ જણાવ્યું કે ભારતની ઓર્ડિનન્સ ફેક્ટરીઓ એક સમયે વિશ્વ સ્તરે સૌથી શક્તિશાળી હતી.
વડાપ્રધાને કહ્યુ કે, "વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતની આ કંપનીઓની તાકાત આખી દુનિયાએ જોઈ હતી. આપણી પાસે ખૂબ સારા સંસાધનો હતા, વર્લ્ડ ક્લાસ સ્કિલ હતી. આઝાદી પછી આપણે આ ફેક્ટરીઓને અપગ્રેડ કરવાની જરૂરી હતી. નવી ટેક્નોલોજીને અપનાવવાની પણ જરૂરી હતી. પરંતુ આ વાત પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું."
ગુરુવારે આ મામલે વડાપ્રધાન કાર્યાલચ તરફથી જાહેર કરવામાં આવેલી મીડિયા યાદીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતા વધારવાના ઉપાય તરીકે એક સરકારી વિભાગથી ઓર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડને સાત 100% સરકારી સ્વામિત્વ વાળી કોર્પોરેટ કંપનીમાં બદલવાનો નિર્ણય કર્યો છે.
विश्व युद्ध के समय भारत की ऑर्डिनेन्स फैक्ट्रीज़ का दम-खम दुनिया ने देखा है।
हमारे पास बेहतर संसाधन होते थे, वर्ल्ड क्लास स्किल होता था।
आज़ादी के बाद हमें जरूरत थी इन फैक्ट्रीज़ को upgrade करने की, न्यू एज टेक्नोलॉजी को अपनाने की!
પીએમએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, "આવતીકાલે 15 ઓક્ટોબર, વિજયાદશમીના ખાસ પ્રસંગે 7 નવી રક્ષા કંપનીઓને દેશને સમર્પિત કરવામાં આવશે. રક્ષા ક્ષેત્રને આધુનિક બનાવવાનો અને દેશને આત્મનિર્ભર બનાવવાની તૈયારી માટે અમારા આ પ્રયાસ છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર