નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) જળવાયુ અનુકૂળ ટેક્નોલોજી અપનાવવા માટે મોટા પાયે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્યથી મંગળવારે 35 પાકોની વિશેષ વેરાયટીને (35 Crop Variety) રાષ્ટ્રને સમર્પિત કરી છે. વડાપ્રધાન મોદીએ ડિજિટલ સમારોહ દરમિયાન છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં (Raipur) નેશનલ ઇન્ટિનરટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરેન્સના (NIBST) નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન પણ કર્યું.
આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ યુનિવર્સિટીઓને હરિત પરિસર પુરસ્કાર પણ પ્રદાન કર્યા અને નવાચાર સંબંધી પદ્ધતિઓના ઉપયોગ કરનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો. પાકની વિશેષ વેરાયટી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા વિકસિત કરવામાં આવી છે જેથી જળવાયુ પરિવર્તન અને કુપોષણના બમણા પડકારોનો સામનો કરી શકાય. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, વર્ષ 2021માં આવી 35 વેરાયટી વિકસિત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેતીની જે આપણી પુરાતન પરંપરા છે તેની સાથોસાથ માર્ચ ટૂ ફ્યૂચર પણ એટલું જ અગત્યનું છે. ભવિષ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તેના મૂળમાં આધુનિક ટેક્નોલોજી છે, ખેતીના નવા ઓજાર છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, MSPમાં વધારાની સાથોસાથ અમે ખરીદી પ્રક્રિયામાં સુધાર કર્યો જેથી વધુમાં વધુ ખેડૂતોને તેનો લાભ મળી શકે. રવી સીઝનમાં 430 લાખ મેટ્રીક ટનથી વધુ ઘઉં ખરીદવામાં આવ્યા છે.
In the last 6-7 yrs, Science & Technology is being used on priority for solutions to the challenges in agriculture. Especially in the changing season, in line with new situations, our focus is on nutritious seeds: PM dedicates to the nation 35 crop varieties with special traits pic.twitter.com/7Mb6s3Tyto
ખેડૂતોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોને પાણીની સુરક્ષા આપવા માટે અમે સિંચાઇ પરિયોજનાઓ શરૂ કરી, દશકોથી લટકી રહેલી લગભગ 100 સિંચાઈ પરિયોજનાઓને પૂરું કરવાનું અભિયાન ચલાવ્યું. હાલના વર્ષોમાં અલગ-અલગ પાકોની 1300થી વધુ બીજની વિવિધતા તૈયાર કરવામાં આવી છે, તેની કડીમાં આજે વધુ 35 પાકની વેરાયટી ખેડૂતોના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છું.
નોંધનીય છે કે, આ પહેલા વડાપ્રધાન મોદીએ સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની (Ayushaman Bharat Digital Health Mission) શરૂઆત કરી હતી, જેમાં લોકોને ડિજિટલ હેલ્થ કાર્ડ (Digital Health Card) આપવામાં આવશે જેમાં તેમના આરોગ્ય સંબંધી રેકોર્ડ નોંધાયેલો હશે. વડાપ્રધાને ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના (National Digital Health Mission) પાયલટ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. હાલમાં આ યોજનાને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક ચરણમાં લાગુ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર