G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમસી, એશિઝમાં જીતની બ્રિટિશ PMને આપી શુભેચ્છા

News18 Gujarati
Updated: August 26, 2019, 8:08 AM IST
G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમસી, એશિઝમાં જીતની બ્રિટિશ PMને આપી શુભેચ્છા
પીએમ મોદીએ બ્રિટનના પીએમ બોરિસ જોનસન સાથે મુલાકાત કરી.

ભારત G-7 ક્લબનું સભ્ય નથી પરંતુ પીએમ મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે ફ્રાન્સ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ ફ્રાન્સના બિઆરિત્જ શહેરમાં પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઑનર ઓપવામાં આવ્યું. પીએમ મોદીએ ફ્રાન્સમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ત્યારબાદ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. સોમવારે મોદી અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પીએમ મોદી પર્યાવરણ, જળવાયુ, આતંકવાદ અને ડિજિટલ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરશે.

G-7 સમૂહમાં દુનિયાના સાત એવા વિકસિત દેશ દેશ છે જે દુનિયાના તમામ નિર્ણયોનો માર્ગ નક્કી કરે છે. જોકે, ભારત આ ક્લબનું સભ્ય નથી પરંતુ પીએમ મોદીને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

પીએમ મોદીની ક્રિકેટ ડિપ્લોમસી

પીએમ મોદીએ બ્રિટનના પીએમ બોરિસ જોનસન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થઈ. આ ઉપરાંત વેપાર, રોકાણ, રક્ષા અને સુરક્ષા તથા શિક્ષા ક્ષેત્રમાં મળીને કામ કરવા પર ચર્ચા થઈ. પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સાથેની મુલાકાતની શરૂઆત કરતાં તેમને એશિઝ સીરીઝમાં ઇંગ્લેન્ડની ટીમની જીત પર શુભેચ્છાઓ આપી. ઈંગ્લેન્ડની ટીમે એક કલાક પહેલા જ એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

આ પણ વાંચો, G-7નું સભ્ય નથી ભારત, તો પણ PM મોદીને કેમ મળ્યું છે આમંત્રણ?

વડાપ્રધાન કાર્યાલયે તેની પર ટ્વિટ કર્યુ, પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સના બિઆરિત્જ પહોંચ્યા છે. જ્યાં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે. નોંધનીય છે કે G-7માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. વર્ષ 1997થી આ સમૂહમાં યૂરોપિયન યૂનિયન પણ સામેલ થયું છે.
Loading...

આ પણ વાંચો, gun carriage પર કાઢવામાં આવી અરૂણ જેટલીની અંતિમ યાત્રા, જાણો કારણ
First published: August 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...