Home /News /national-international /PM Modi Convoy New Car: PM મોદીને મળી આ 12 કરોડની મર્સિડીઝ-મેબેક S650, ગોળીઓ અને ધમાકાની અસર નહીં થાય, જાણો ખાસિયતો

PM Modi Convoy New Car: PM મોદીને મળી આ 12 કરોડની મર્સિડીઝ-મેબેક S650, ગોળીઓ અને ધમાકાની અસર નહીં થાય, જાણો ખાસિયતો

આ કાર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

PM Modi Mercedes-Maybach S650: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં 12 કરોડ રૂપિયાની મર્સિડીઝ-મેબેક S650ને સામેલ કરવામાં આવી છે. કારમાં ફુલપ્રૂફ સુરક્ષા છે જેથી તેના પર ધમાકા કે ગોળીબારની અસર નહીં થાય.

PM Modi Convoy New Car: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના કાફલામાં 12 કરોડ રૂપિયાની મર્સિડીઝ-મેબેક S650 (Mercedes-Maybach S650)ને સામેલ કરવામાં આવી છે. આ કાર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. કારમાં ફુલપ્રૂફ સુરક્ષા છે જેથી તેના પર ધમાકા કે ગોળીબારની અસર નહીં થાય. આ બુલેટપ્રૂફ કારને રેન્જ રોવર વોગ (Range Rover Vogue) અને ટોયોટા લેન્ડ ક્રુઝર (Toyota Land Cruiser)થી અપગ્રેડ કરવામાં આવી છે. પીએમ મોદી તાજેતરમાં જ નવી મેબેક 650માં પહેલીવાર હૈદરાબાદ હાઉસ (Hyderabad House) ખાતે જોવા મળ્યા હતા, જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ને મળવા ગયા હતા. આ વાહન ફરી વડાપ્રધાનના કાફલામાં જોવા મળ્યું હતું.

Mercedes-Maybach S650 Guard VR10 લેવલ પ્રોટેક્શન સાથેનું લેટેસ્ટ ફેસલિફ્ટેડ મોડલ છે - જે કોઈ પ્રોડક્શન કારમાં આપવામાં આવેલું સૌથી હાઈ પ્રોટેક્શન છે. અહેવાલો અનુસાર, મર્સિડીઝ-મેબેકે ગયા વર્ષે ભારતમાં S600 ગાર્ડને રૂ. 10.5 કરોડમાં લોન્ચ કરી હતી અને S650ની કિંમત રૂ. 12 કરોડથી વધુ હોવાનું અનુમાન છે.

જણાવી દઈએ કે દેશના વડાની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG), સામાન્ય રીતે નવી કાર માટેની વિનંતી રજૂ કરે છે. એસપીજી સલામતીની જરૂરિયાતોને ઓળખે છે અને તે નક્કી કરે છે કે તેઓ જે વ્યક્તિનું રક્ષણ કરી રહ્યા છે તેને નવા વાહનની જરૂર છે કે નહીં.

જાણો કારની ખાસિયતો (Mercedes-Maybach S650 features)

Mercedes-Maybach S650 Guard 6.0-લિટર ટ્વીન-ટર્બો V12 એન્જિન દ્વારા સંચાલિત છે જે 516bhp અને લગભગ 900Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની મહત્તમ ઝડપ મર્યાદા 160 kmph સુધીની છે.

બે મીટરના અંતરથી પણ વિસ્ફોટની અસર નહીં થાય

S650 ગાર્ડની બોડી અને વિન્ડો સખત સ્ટીલ કોર બુલેટનો સામનો કરી શકે છે. તેને 2010 એક્સ્પ્લોઝન પ્રૂફ વ્હીકલ (ERV) રેટિંગ મળ્યું છે અને તેમાં સવાર માત્ર 2 મીટરના અંતરથી 15 કિલો TNT બ્લાસ્ટથી પણ સુરક્ષિત છે. વિન્ડોની અંદરના ભાગે પોલીકાર્બોનેટનું સ્તર છે અને વાહનના નીચેના ભાગને સીધા બ્લાસ્ટથી બચાવવા માટે ભારે કવચબંધ કરવામાં આવ્યું છે. ગેસ એટેકની સ્થિતિમાં કેબિનને અલગથી એર સપ્લાય પણ મળે છે.

આ પણ વાંચો: PM Modi in Kanpur: મેટ્રો અને બીના-પનકી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, IIT દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે PM મોદી

બોઇંગ AH-64 અપાચે ટેન્કની સામગ્રીનો થયો છે ઉપયોગ

Mercedes-Maybach S650 Guardની ફ્યુઅલ ટાંકી એક વિશિષ્ટ સામગ્રી સાથે કોટેડ છે જે એક હિટ બાદ છિદ્રોને આપમેળે સીલ કરી નાખે છે. તે એ જ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જેનો ઉપયોગ બોઇંગ તેના AH-64 અપાચે ટેન્ક એટેક હેલિકોપ્ટર માટે કરે છે. તે સ્પેશિયલ રન-ફ્લેટ ટાયરો પર પણ ચાલે છે જે નુકસાનની સ્થિતિમાં કામ કરવાનું ચાલુ રાખે છે અથવા ટાયરને સપાટ કરી દે છે, જેથી ત્વરિત પલાયન કરી શકાય.

આ પણ વાંચો: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

કારની સીટમાં લાગ્યું છે મસાજર

કારમાં સીટ મસાજર સાથેનું લક્ઝુરિયસ ઈન્ટિરિયર છે અને સવારી કરનારાને કારમાં અને બેક સીટ પર વધુ લેગરૂમ મળે એ માટે પાછળની સીટોને બદલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીએ બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયોમાં મુસાફરી કરી હતી. 2014માં વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તેમણે BMW 7 સિરીઝ હાઇ-સિક્યોરિટી એડિશનનો ઉપયોગ કર્યો.
First published:

Tags: પીએમ નરેન્દ્ર મોદી, ભારત