PM મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપી શુભેચ્છા, કહ્યુ- 'નારી શક્તિને સલામ'

News18 Gujarati
Updated: March 8, 2020, 10:32 AM IST
PM મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપી શુભેચ્છા, કહ્યુ- 'નારી શક્તિને સલામ'
આજે 7 મહિલાઓ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજે 7 મહિલાઓ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day)ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે નારી શક્તિની ભાવના અને ઉપલબ્ધિઓને સલામ કરીએ છીએ. તેઓએ લખ્યું કે, મેં થોડા દિવસ પહેલા કહ્યું હતું, હું એવું જ કરવા જઈ રહ્યો છું. આજે આખો દિવસ સમયાંતરે સાત મહિલાઓ મારું સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ સંભાળશે અને પોતાની જીવન સાથે જોડાયેલી યાદોને શૅર કરશે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ખાસ બનાવવા માટે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ મહિલા દિવસ પર હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપીશ જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. તેનાથી તે લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે.


આ પણ વાંચો, આ છે દેશની 5 સૌથી અમીર મહિલાઓ, જાણો તેમની પાસે છે કેટલી પ્રોપર્ટી

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા છોડવા અંગે વિચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ લખ્યું હતું કે, આ રવિવારે હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક (Facebook), ટ્વિટર (Twitter), ઇન્સ્ટાગ્રામ (Instagram), યૂટ્યૂબ (YouTube) છોડવા અંગે વિચાર કરી રહ્યો છું. આપને તે વિશે માહિતગાર કરીશ.

આ પણ વાંચો, Women's Day 2020: દુનિયામાં ઇસરોની પ્રતિષ્ઠા વધારનારી 8 મહિલા વૈજ્ઞાનિક
First published: March 8, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading